________________ યાત્રા 5 મી. (187) આ પ્રમાણે કહી તે બંનેએ નીચેના પદ્યથી તે મહાત્માની સ્તુતિ કરી વંદના કરી. " यस्याननान्निर्गता वाक् संशयांध्यमपोहति / रविप्रभेव तं सूरि विजयानंददं स्तुमः " // 2 // જેમના મુખમાંથી નીકળેલી વાણુ સૂર્યની પ્રજાની જેમ સંશયરૂપ અંધકારને નાશ કરે છે, તે વિજયાનંદ દાયક-વિજય અને આનંદને આપનારા સૂરિવરને અમે સ્તવીએ છીએ.”૧ પછી મહાત્મા મુખમુદ્રાને પ્રસન્ન કરતાં બોલ્યા. “ભદ્ર! એ આત્માની અમરતા-નિત્યતા છે, તે પુનર્જન્મની સિદ્ધિથી સિદ્ધ થાય છે. તે ધ્યાનપૂર્વક સાંભળો-“અમુક માણસ મરી ગયે કે પા થયે” આ શબ્દ સાંભળવાની સાથેજ આટલે નિર્ણય તે કરી શકાય છે કે, જેની મહાન સત્તાથી આ શરીરમાં હલનચલન વગેરે ચેષ્ટાઓ થાય છે, તે સર્વ ચેષ્ટાઓને પ્રેરક આત્મા આ સ્થળેથી કઈ પણ સ્થળે ચાલ્યા ગયે છે. તે ક્યાં ગયે ? એ આપણું જોવામાં આવતું નથી, તેમ સમજવામાં પણ આવતું નથી, તેનું નામ જ પુનર્જન્મ છે. કારણકે, તે આત્મા કઈ પણ બીજે સ્થળે ગયે છે તે સ્થળ પછી ગમે તેવું હોય, પણ તે એક સ્થળેથી બીજું સ્થળ છે. એક સ્થળમાંથી બીજા સ્થળમાં જવું, તે પુનર્જન્મ. અહિં આટલી વાત યાદ રાખવી જોઈએ કે, કઈ પણ વસ્તુને નિરન્વય નાશ (સર્વથા નાશ) થતું નથી, પણ તેના પર્યાયે બદલાયા કરે છે, આ વાત અનુભવ સિદ્ધ છે. ધારે કે, એક વસ્ત્ર અથવા લાકડું છે, તેને અગ્નિથી બાળી નાંખ્યું. તેથી તે વસ્ત્ર કે લાકડાંને નાશ તે થયે પણ વિચાર કરશે તે જણાશે કે, તેને સર્વથા નાશ થયું નથી. કારણકે, તેની રાખ તે કાયમ જ છે. વસ્ત્રની જે આકૃતિ કે પર્યાય હતા, તેને નાશ થયે પરંતુ તેના પરમાણુઓ તે કાયમજ છે. બળી ગયેલું, તે વસ્ત્ર રાખપણે ઉત્પન્ન થયું છે તેને પુનર્જન્મ સમજે. એવી જ રીતે આ દેહ ત્યાગ કરી અન્ય દેહમાં ઉત્પન્ન થવું, તે આત્માને પુનર્જન્મ અર્થાત્ આત્માને નાશ થત નથી પર્યાય બદલાય છે. સુખ દુખ એ પૂર્વે નિયતિને અનુસારે થાય છે, એ વાત પ્રત્યક્ષ