________________ ( 186 ) આત્મોન્નતિ જગના દશ્ય પદાર્થો જોયા હતા, તે ને રેગાદિકના કારણથી નાશ પામી ગયા છતાં તે જોયેલા પદાર્થનું સ્મરણ મનમાં રહ્યા કરે છે કે, અમુક વર્ષે, અમુક દિવસે હું અમુક શહેરમાં ગયે હતે વગેરે. આથી પણ સ્પષ્ટ થાય છે કે, એ સર્વ વિષયને જે જ્ઞાતા. છે, તે દેહાદિ ઇંદ્રિયથી જુદે છે. તેમ વળી જે મન છે, તે પણ આત્માને જાણી શકતું નથી, પણ ઉલટું તે આત્મસત્તાથી જણાય છે, જેમ કે, મારું મન અમુક ઠેકાણે ગયું હતું, મેં મનમાં આવા વિચાર કર્યા વગેરે. આ સ્થળે મનને જાણનાર, તેમજ મન ઉપર સત્તા ચલાવનાર તરીકે કેઈ અદશ્ય તત્ત્વ આ દેહ મદિરમાં રહેલું છે, તેજ ભગવાન્ સમર્થ આત્મા છે. નિદ્રા, સ્વમ અને જાગ્રતઆ ત્રણે દશાને અનુભવ કરનાર અર્થાત્ દષ્ટા તે પણ આત્મા છે. “મને સારી નિદ્રા આવી હતી.” મને અમુક સ્વમ આવ્યું હતું, “હું જાણું છું,” આ સર્વને જ્ઞાતા પણ તેનાથી વિલક્ષણ આત્મા છે, જેની સત્તાથી આ દુનિયામાં પ્રત્યેક પ્રદાર્થોને અનુભવ થાય છે, તેજ આત્મા છે. ટૂંકમાં કહીએ તે હું કેણુ છું” આવી શંકાને કરનાર તે પોતે આત્મા જ છે. - ભદ્ર! આટલું જણાવ્યા પછી, હવે તમને નિશ્ચય થયું હશે કે “હું કેણ છું” આત્મા છું અને દેહાદિ પદાર્થોથી જુદું છુંવિલક્ષણ છું.” જેમ પાયા વિનાની ઈમારત નકામી છે, તેમ તે આત્માને જાણ્યા શિવાય બીજું જાણવું નકામું છે. તેથી તે વિષયમાં વિશેષ જાણવાની જરૂર છે. વળી આત્મા જ ન હોય કે જા ન હોય તે પછી તેને છોડાવવા પ્રયત્ન કરે, તે કેવી રીતે ઉપયોગી થાય? મહાત્મા આટલું બોલી જરા વિરામ પામ્યા એટલે શેકચંદ્ર વિનયથી આ પ્રમાણે બે –ભગવન્! આપના કહેવા પ્રમાણે દેહથી આત્મા ભિન્ન છે, એ સત્ય છે, પણ કદાચ આ આત્મા દેહના નાશની સાથે નાશ પામતે હેય, તે પછી તેને દુઃખથી છેડવવા માટે પ્રયત્ન કરે તે નિષ્ફળ છે, એ પણ સત્ય છે, તે આત્માની અસ્તિતા સાથે તે અમરતા (નિત્યતા) પણ અવશ્ય સમજવી જોઈએ તે આપ કૃપા કરી તે સમજાવે.”