________________ યાત્રા 5 મી, (185) જેનાર મનુષ્ય બને જુદા છે, તેમ શરીર અને શરીરમાં રહી બાહ્ય પદાર્થોને જેનાર બંને જુદા છે. ઘર કે મેહેલ પી જતાં અથવા કદિ ભાડાનું હોય તે તેની મુદત પૂરી થતાં તેમાં રહેનાર તે ઘર કે મહેલ ખાલી કરી બીજા ઘરમાં રહેવા જાય છે, તેમ આ શરીર પધ જતાં અથવા તેમાં રહેવાની આયુષ્ય રૂપી મુદત પૂરી થતાં આ દેહમંદિરમાં રહેનાર તેને ખાલી કરી અન્ય દેહરૂપ મંદિરમાં રહેવા જાય છે. એટલે ઘર ખાલી કરનાર જેમ ઘરથી જુદો છે, તેમ આ દેહ ખાલી કરનાર દેહી પણ દેહથી જુદો છે. - ભદ્ર! આ સ્થળે જાણવાનું છે કે, અનાદિ કાળના અભ્યાસથી દેહમાં આત્મભાવ મનાય છે કે, “દેહ તેજ હું છું” આથી દેહને સુખે સુખી, દેહને દુઃખે દુઃખી રાત દિવસ તેની સેવામાં અને રક્ષણ તથા ભરણ-પોષણ કરવામાં સમય વ્યતીત કરાય છે. આવા પ્રબળ દેહાધ્યાસથી આત્મા દેહ સમાન ભાસે છે, પણ ખરું જોતાં તેમ નથી. આત્માનાં લક્ષણે જુદાં છે, આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, અરૂપી છે, જ્ઞાનમય છે, જ્ઞાતા છે, દષ્ટા છે, ત્યારે આ દશ્ય દેહાદિ જડ સ્વરૂપ છે, રૂપી છે, અજ્ઞાન સ્વરૂપ છે, દષ્ટાની અપેક્ષાએ દશ્ય છે, જ્ઞાતાની અપેક્ષાએ ય છે. આ લક્ષણથી વિચાર કરતાં આ દશ્યાદિકથી તે ભિન્ન છે. “તે પિતે હું છું, કે આત્મા છે, એવા ઉપનામથી બેલાવાતે આત્મા છે. જેમ ખથી ખ્યાન જુદું છે, તેમ દેહથી આત્મા જુદે છે. અહિં કેટલાએક શંકા કરે છે કે, “તે આત્મા નેથી કેમ દેખાતે નથી?” પણ વિચાર કરશે તે તે શંકા ઉડી જશે. તે આત્મા નેત્રોને પણ જેનારે છે. તે આત્મા નેથી કેવી રીતે જોઈ શકાય ? દરેક ઇંદ્રિયવડે તેના તેના પ્રત્યેક વિષયનું જ્ઞાન થાય છે. નેત્રથી જેવાય છે, કાનથી સંભળાય છે, નાસિકાથી સુંઘાય છે, જીહાથી સ્વાદને અનુભવ કરાય છે અને ત્વચાથી સ્પર્શને અનુભવ થાય છે એ પાંચ ઇદ્રિના વિષયનું જ્ઞાન કેને થાય છે? એ જ્ઞાન જેને થાય છે, તેજ આત્મા છે. ત્યારે એ ઈંદ્રિયથી તે કેવી રીતે જાણી શકાય? ઈદ્રિયથી જે વિષયનું જ્ઞાન થયું હતું, તે ઇંદ્રિય મંદ થતાં પણ તે વિષયનું જ્ઞાન સ્મરણમાં રહે છે. ધારે છે, જે તેથી તમે આ