________________ (14) આત્મતિ. હું રાજા છું” “તે રાજા છે,” તે રાજાપણું પ્રબળ કારણને લઈને છે. મનુષ્યની ઉપર ઘણી વિશાળ પૃથ્વીને વિષે હકુમત ચલાવવી, આજ્ઞાપાલન કરાવવું એ રાજાપણું છે. અને તેમાં ઐશ્વર્યને અનુભવ કરાય છે. કદિ હકુમત, આજ્ઞા, ઐશ્વર્ય અને વૈભવ ચાલ્યું જાય તે તે પછી રાજાપણું કહેવાય છે? નહિ, ત્યારે કઈ અપેક્ષાએ રાજાપણું છે? તેના ઉત્તરમાં કહેવું પડશે કે, “રાજ્ય વૈભવને લઈને.” જે એમજ છે તે તે રાજવૈભવ સંગ તથા વિગ ધર્મવાળે હેવાથી ચિરસ્થાયી નથી, માટે એ શાશ્વત સત્ય ન ગણાય. ભદ્ર! તમારે વિચાર કર કે, કાંઈ પણ શાશ્વત નથી. આ આપણું શરીર પણ આપણું નથી. “હું અને મારૂં” આ બંને વસ્તુમાં બાહ્ય તથા અત્યંતર અપેક્ષાએ લઈને તપાસ કરતાં વિશેષ તફાવત છે. બાહ્ય વસ્તુની અપેક્ષાએ જેમકે, “મારૂં ઘર” આ ઠેકાણે મારું કહેનાર મનુષ્ય અને તેને રહેવાનું ઘર અથવા તેનું ઘર આ બંને વસ્તુ જુદી જુદી છે, તેમજ અત્યંત વિલક્ષણ છે, તેથી તે તદ્રુપ નજ કહેવાય, મનાય વા અનુભવાય. આત્યંતર અપેક્ષાએ જેમ “મારે કેધ ઝા ન રહો.” આ કેદની ઉત્પત્તિ અન્ય વસ્તુની અપેક્ષા રાખે છે. ઈષ્ટનિષ્ટ વસ્તુના વિગ-સગથી તે ઉત્પન્ન થાય છે અને તેને અભાવ થતાં અથવા ઈષ્ટ વસ્તુ આવી મળતાં અને અનિષ્ટ વસ્તુ ચાલી જતાં તે કે વિલય થઈ જાય છે, માટે તે પણ આપણું સત્ય સ્વરૂપ ન બની શકે. આહાર, પાણી, હવા, ચિંતા, પરિશ્રમ, નિશ્ચિતતા વગેરે અનેક કારણને લઈને આ શરીરની વૃદ્ધિ-હાનિ થાય છે. જેમ ઇંટે, ચુને, પત્થર, માટી, લાકડાં, લેઢાં, જમીન વગેરે અનેક કારણોની વૃદ્ધિ-હાનિથી ઘર નાનું મેટું થાય છે, તેવી રીતે અહિં સમજવાનું છે. જેમ તે ઘરને બનાવનાર કે ઘરમાં રહેનાર તે ઘર નથી પણ ઘરથી જુદે છે, તેમ આ શરીર બનાવનાર કે શરીરમાં રહેનાર આ શરીરથી જુદો છે. જેમ ઘર-મહેલના જરૂખામાં ઊભે રહીને કે માણસ બહારના પદાર્થોમાં જોઈ શકે છે, તેમ આ શરીરરૂપી ઘરમાં રહીને પ્રાણ નેત્રરૂપી ઝરૂખાથી આ દુનિયાના પદાને જોઈ શકે છે. તેમજ જેમ ઝરૂખો અને ઝરૂખામાં ઊભું રહી