________________ યાત્રા 5 મી, (183) જે મનુષ્ય પોતાના ભલા માટે પણ પ્રયત્ન નથી કરતા તે મનુષ્ય મનુષ્યપણને લાયક કેમ ગણાય? ભદ્ર! તેથી આ મનુષ્યપણું કે જે ચિંતામણિ સમાન ગણાય છે, તેને પ્રાપ્ત કરી તેને સદુપયેગ કરે જોઈએ. મનુષ્ય પ્રથમ વિચારવું જોઈએ કે, હું કોણ છું કદિ કઈ તમને પૂછવા આવે કે “તમે કોણ છે તે તમે તેને શે ઉત્તર આપશે? અથવા તમે તમારા મનથી જ પ્રશ્ન કરે કે, “હું કેણુ છું?” આને ઉત્તર તમારા અંતરમાંથી શું મળે છે? “હું રાજા છું, ક્ષત્રિય છું, પુરૂષ છું, મનુષ્ય છું, આર્ય છું.” આ ઉત્તર તમને ગ્ય લાગે છે? જે જરા વિચાર કરશે તે તેનું વિશેષ સ્પષ્ટીકરણ થઈ શકશે. “આપણે આર્ય દેશમાં જન્મ્યા, તેથી આર્ય, આર્યદેશ શિવાયના દેશમાં જન્મ પામ્યા હતા તે આર્ય નજ કહેવાત, ત્યારે આર્ય એ તમારૂં નિત્ય સંબંધિત લક્ષણ કે સ્વરૂપ કહેવાય? ના નહિ; કારણ કે, તે વિનશ્વર યાને પલટન સ્વભાવવાળું લક્ષણ છે. તમારું ખરું સ્વરૂપ તમારી સાથે નિત્ય સંબંધિત હોવું જોઈએ. હું મનુષ્ય છું” મનુષ્યના શરીરમાં રહ્યા છે, તેથી મનુષ્ય, પણ જનાવરના શરીરમાં રહ્યા હતા તે જનાવર કહેવાત. તેથી આ લક્ષણ પણું નિશ્ચિત ન ગણાય. “હું પુરૂષ છું” પુરૂષ એવી સંજ્ઞાસૂચક ચિન્ડવાળા શરીરમાં રહેલ છે, તેથી તે પુરૂષ કહેવાય છે. જે સ્ત્રી ચિલ્ડવાળા શરીરમાં રહે છે તે સ્ત્રી કહેવાય છે. એથી પુરૂષ, સ્ત્રી એ શબ્દવાચક જે વસ્તુ છે, તે નિયમિત અને નિશ્ચિત સ્વરૂપ નજ કહેવાય, એ તે સર્વે એક જાતની ઉપાધિઓ છે. “હું ક્ષત્રિય છું એમ જે કહે છે, તે પોતે ક્ષત્રિયપણું છે કે પોતે ક્ષત્રિય સ્વરૂપ છે, તે શા કારણથી છે. તે પિતે ક્ષત્રિયકુળમાં જન્મેલા માટે. અથવા સતાવ મત ગાતે ફરિ ક્ષમા ક્ષત એટલે ભય તેનાથી જે રક્ષણ કરે તે ક્ષેત્ર કહેવાય છે એટલે જેનામાં બીજાનું રક્ષણ કરવા માટે ગુણ છે, તે ક્ષત્રિય કહેવાય છે. ક્ષત્રિય શિવાય અન્યકુળમાં જન્મ થયું હોય અથવા ભયથી બીજાનું રક્ષણ કરવાનું સામર્થ્ય ન હોય તે તે ક્ષત્રિયજ ન કહેવાય, તેથી ઉપર કહેલ ઉપાધિને લઈને ક્ષત્રિયપણું છે. પરંતુ સત્ય સ્વરૂપવાળું ક્ષત્રિયપણું છે, એ તે તે ઉપરથી સિદ્ધ ન થયું.