________________ (182 ) માત્મોન્નતિ - " आत्मारामाः सदाचाराः परोपकृति मानसाः। ગાવા ચામુદ્રિતિ સ વાળો મુવ કુમા” છે ? “આત્મારામ-આત્માને વિષેજ આરામ કરનારા, સદાચાર ધરનારા અને પોપકાર કરવામાં તત્પર હદયવાળા શ્રી આચાર્ય જે વાણી ઉચ્ચારે છે, તે વાણી આ પૃથ્વીને વિષે દુર્લભ છે.” આ સુભાષિત બેલ્યા પછી શોધકચકે નમ્રતાથી પુછયું, “ભગવન્ ! આ મનુષ્ય જીવન સાથી ઉત્તમ છે? અને તેમાં કે વિચાર કરવાનું છે? તે કૃપા કરી કહો.” મહાત્મા બેલ્યા-“ભદ્ર! આ જગતમાં સર્વ જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિ આદિ વિવિધ પ્રકારના દુઃખને અનુભવ કરતા નજરે પડે છે. તે દુઃખને માટે જે વિચાર કરે તેજ મનુષ્યપણું કહેવાય છે. તેણે વિચારવું જોઈએ કે, “આ દુઃખ ક્ષણિક છે, કે આત્યંતિક છે? તેને નાશ થઈ શકે તેમ છે કે નિરંતર આમ ને આમ મુંગે મેઢે તેને અનુભવ કર્યા કરજ પડશે? આ વિચાર કરવાથી મનુષ્ય કહેવાય છે. તેથી જ તેઓ તિર્ય. ચના કરતાં ઉત્તમ ગણાય છે. તિર્યચના કરતા મનુષ્યમાં જે વિચાર શક્તિ પ્રબળ છે અને તેથી તે વિચાર કરી શકે છે. તિર્યંચે તે વિચાર કરી શકતા નથી. જ્યારે મનુષ્ય આ વિચાર કરી શકે છે, ત્યારે તે જન્મ મરણાદિના દુઃખમાંથી મુક્ત થવાને પ્રતિકાર પણ કરી શકે છે, અને તેને માટે પ્રયત્ન પણ આદરી શકે છે. આવું અસીમ સામર્થ્ય છતાં પણ તે દુઃખનાં મૂળ કારણે શોધવાને કે તેને વિનાશ કરવાને મનુષ્ય વિચાર કે પ્રયત્ન ન કરે તે તે મનુષ્યપણું શા ઉપગનું છે? તિર્યમાં અને મનુષ્યમાં પછી શાને તફાવત? તેના જેવું બીજું શોચનીય પણ શું હોઈ શકે? ભદ્ર! આથી દરેક મનુષ્ય વિચાર કરે જોઈએ કે, “હું કોણ છું? આ જગત શું છે? આ વિચિત્રતાનું કારણ શું? પરમ શાંતિ શાથી મળે છે?” પિતાના મંદ ક્ષપશમથી, વિચારની કે વિશુદ્ધિની મંદ પ્રબળતાથી આ વાતને નિર્ણય પિતે ન કરી શકે તે પછી કે સગુરૂની પાસેથી તેને અવશ્ય ખુલાસે મેળવજ જોઈએ.