________________ (100) આત્મોન્નતિ. - વંદના કરે. ભગવાન નેમીશ્વરને કેવળજ્ઞાન થવાના ખબર સાંભળી દ્વારિકામાંથી કૃષ્ણ-વાસુદેવ મટી સ્વારીના ઠાઠમાઠથી આ સ્થળે આવ્યા હતા. તેમની સાથે બત્રીસ હજાર રાણીઓ, સાઠ હજાર પુત્ર, સોળ હજાર રાજાઓ અને અડતાલીશ કેડ સુભટે હતા. આ પવિત્ર સ્થળ જતાંજ આપણને તે પૂર્વના અદ્ભુત ઈતિહાસનું સ્મરણ થઈ આવતાં શરીર રોમાંચિત થઈ જાય છે.” આ પ્રમાણે કહી મહાત્મા તે સ્થળે બેશી ચિત્યવંદનપૂર્વક સ્તવન કરી તેઓ અનુક્રમે તીર્થગિરિની નીચે આવ્યા હતા. નિત્યના ક્રમ પ્રમાણે તેઓ પિતાને સ્થાને બેઠા એટલે શ્રાવક સત્યચંદ્ર અને શોધકચંદ્ર બંનેએ તેમને વંદના કરી નીચે પ્રમાણે સ્તુતિ કરી. શિવલિ गुरुः श्रीमान् ज्ञाता, जिनमतगसारस्य परमः चरन्सचारित्रामलपथि भवोद्धारकरणे / भजन्सद्वैराग्यं प्रवचनसुबोधं प्रवितरन् धरन् ज्ञानं जीयाज्जगति नमनं तच्चरणयोः // 1 // જ્ઞાન લક્ષ્મીવાળા, જિનમતના સારના ઉત્કૃષ્ટ જ્ઞાતા, સંસારને ઉદ્ધાર કરનારા એવા ચારિત્રના નિર્મળ માર્ગમાં ફરતા, સરાગ્યને ભજતા, પ્રવચનના બોધને આપતા અને જ્ઞાનને ધરતા એવા ગુરૂ જય પામે અને તેમના ચરણમાં નમસ્કાર હો. 1 આ સ્તુતિ કર્યા પછી તેઓ વિનયથી તેમની સન્મુખ બેઠા એટલે મહાત્મા નીચે પ્રમાણે એક પદ્ય બોલ્યા હતા. " भवगर्तपतजंतूद्धरणे तत्परोऽनिशम् // दया सरिजलनिधिः स जीयाजिन नायकः " // 1 // “આ સંસારરૂપ ખાડામાં પડતા એવા પ્રાણીઓને ઉદ્ધાર કરવામાં હમેશાં તત્પર રહેનારા અને દયારૂપી સરિતાના સમુદ્રરૂપ એવા શ્રી જિનનાયક જ્ય પામે.” 1 આ પદ્ય બેલી શ્રી જિન ભગવાનની સ્તુતિ કરી તેમણે જણાવ્યું, “ભદ્ર શેધકચંદ અને સત્યચંદ્ર! આજે તમારી શી જિજ્ઞાસા છે? જે હોય તે સત્વર જણાવે.