________________ યાત્રા 5 મી. (17) બીજે માર્ગે પ્રસાર થયા હતા. આ સમયે તેમના હૃદયમાં એવી ભાવના પ્રગટ થઈ આવી કે જેથી તેમણે નીચેના પદ્યથી એ સ્થાનને મહિમા કહી બતાવ્યું હતું. પિ સૈવત ચત્ર, શ્રી નેમિક પરિવાર | सिद्धिं जगाम भगवान्, तत्तीर्थ सिद्धिदायकम् " // 1 // જે રૈવતગિરિ ઉપર ભગવાન શ્રી નેમિ ભગવાન સિદ્ધિને પ્રાપ્ત થયેલા છે, તે તીર્થ સિદ્ધિને આપનારૂં છે.” 1 - આ પદ્ય બેલ્યા પછી, તેઓ ત્યાંથી આગળ ચાલ્યા, ત્યાં એક સુંદર સ્થળમાં આવ્યા. તે સ્થળની પ્રાચીન રચના જોઈ તેમનું મન આનંદિત થઈ ગયું. આ સ્થળ સહસાવનનું હતું. મહાત્મા આજે પરિવાર સાથે તે સ્થળે પધાર્યા હતા. ગોમુખીના સ્થળથી ડાબી તરફ સહસાવનને માર્ગ છે. આ વનને મૂળ શબ્દ સહસ્ટામ્રવન છે. જેમાં હજારે આંબા ના વૃક્ષો રહેલા હતા, તેથી તેનું નામ સહસામ્રવન પડેલું છે. એ પવિત્ર સ્થળને દેખાવ જોઈ મહાત્મા પરિવાર સહિત આનંદિત બની ગયા હતા. મહાત્મા પ્રસન્નવદને બેલ્યા-“ભદ્ર! આ સહસ્સામ્રવનનું સ્થળ ઉત્તમ ભાવનાનું સ્મારક છે. ભગવાન શ્રી નેમિનાથ પ્રભુએ દીક્ષા લઈ આ સ્થળે વાસ કર્યો હતે. શ્રાવણ શુકલ ષષ્ઠીને દિવસે ચિત્રા નક્ષત્રને વેગ આવતાં પ્રભુએ આ સ્થળે પંચ મુખિલેચ કરી દીક્ષા ગ્રહણ કરી હતી. તેમની સાથે એક સહસ્ત્ર પુરૂષ ચારિત્રધારી થયા હતા. અહીં દેવતાઓએ પુષ્પવૃષ્ટિ, સુગધિ જલ વૃષ્ટિ, વઢવૃષ્ટિ, અને સુવર્ણવૃષ્ટિ કરી હતી. અને “અહી દાન અહે દાન એ ઉચ્ચાર કરી દેવદુંદુભિના નાદ થયા હતા. તેઓ પ્રભુ ચતુર્નાન ધારી અને બાવીશ પરીષહ સહનાર થયા હતા. દિક્ષિત થયા પછી ચેપન દિવસે તેમને કેવળજ્ઞાન પ્રગટયું હતું. તે વખતે પણ તેઓ આ વનમાં પધારી વેતસવૃક્ષની છાયામાં આવી બેઠા હતા. પ્રભુને કેવળજ્ઞાન થયાનું જાણી ઈદ્રોએ દેવ સહિત અહીં સુંદર સમવસરણ રચ્યું હતું. ભદ્ર! આ પવિત્ર સ્થળને અંત:કરણથી