________________ ( 178) આત્મોન્નતિ, ભવ્ય ભાવનાઓ જાગૃત થાય છે, પરમાત્માની ભકિતમાં તલ્લીનતા થાય છે, સ્વવસ્તુ અને પરવસ્તુનું ભાન થાય છે, અને અલૌકિક આનંદ પ્રગટે છે.” આ ભાવના ભાવ્યા પછી તેમણે પિતાના પરિવારને ઉદ્દેશીને કહ્યું, “ભદ્ર! આ પવિત્ર ભૂમિના પ્રભાવનું સ્મરણ કરજે. ભગવાન નેમિનાથ પ્રભુનું ચરિત્ર યાદ કરજે. તે દેવાધિદેવ પ્રભુએ આ સ્થળે જે વૈરાગ્ય ભાવના પ્રગટ કરી છે, જે અદ્ભુત તપસ્યા દર્શાવી છે, જે અલૈકિક ભાવ પ્રગટ કર્યો છે, તેનું સમરણ કરી તમારી ભાવનાને સતેજ કરજે. આ ભૂમિ ઉપર તેમણે પિતાની સતી સ્ત્રી રાજિમતીને ઉદ્દેશીને જે ભાવના ભરિત ઉગારે પ્રગટ કર્યા છે, આ સંસારની જે અનિત્ય ભાવના દર્શાવી છે અને માનવ જીવનની સાર્થકતા પ્રરૂપેલી છે, તે તમારા હૃદયમાં સ્થાપિત કરી તેનું અનુકરણ કરવા તત્પર બનજે. જ્ઞાન, દર્શન અને ચારિત્રના સ્વરૂપનું મનન કરી તે પ્રકાશિત કરવામાં જે વિર્ય જોઈએ, તેવું વીર્ય ફેરવવા આત્માને ઉત્તેજિત કરજે.” તે પછી પોતાના શુદ્ધ ભક્ત શ્રાવક સત્યચંદ્ર અને શોધકચંદ્રને ઉદ્દેશીને કહ્યું, “ભદ્રાત્મા ! તમે પણ આ તીર્થ ભૂમિમાં આવવાનું સાર્થક કરવા ત્રિકરણ શુદ્ધિથી પ્રયત્ન કરજે. ભગવાન નેમિનાથ પ્રભુએ ઉપદેશ કરેલા શ્રાવક ધર્મનું સ્મરણ કરી તમારા કર્તવ્યનું ભાન લાવજે. ગૃહસ્થ શ્રાવકને માટે આહંત શાસ્ત્ર શું કહે છે? કેવા ગૃહસ્થ શુદ્ધ શ્રાવક કહેવાય છે? તેને માટે આ પદ્યને સદા સ્મરણમાં રાખજો.” આ પ્રમાણે કહી તે મહાત્મા નીચેનું પદ્ય બોલ્યા હતા. "कर्तव्यनिष्ठाः सततं ज्ञान संवर्द्धनात्सुकाः // પત્રલાન માવજ્ઞાસુ માતા પ્રતીર્તિતા” I હમેશાં પિતાના કર્તવ્યમાં નિષ્ઠા રાખનારા, જ્ઞાનને વધારવામાં ઉત્સુક રહેનારા અને પાત્રદાનના પ્રભાવને જાણનારા શુદ્ધ શ્રાવકે કહેલા છે.” 1 આ પદ્ય બેલ્યા પછી તેઓ નેમીશ્વર પ્રભુના ચૈત્ય તરફ ગયા. ત્યાં નિત્ય પ્રમાણે ચૈિત્યવંદન વગેરે વિધિપૂર્વક કરી ત્યાંથી નીકળી