________________ 5 : - - SA કિ.) યાત્રા 5 મી. === ==== AU દ્રતી સૃષ્ટિ સોંદર્યની વિવિધ શેભાથી શોભાયમાન S એ ગિરનાર ગિરિ જાણે શિવપુરીના પાનને સ્તંભ હય, તે દેખાતું હતું. તેની અદ્દભુત ઉંચાઈને લઈને એક તરફ છાયાને અને બીજી તરફ તડકાને સહચારિ દેખાવ પ્રેક્ષકેની દષ્ટિને આનંદ આપતે હતે. આસપાસ આવેલી વૃક્ષોની ઘટામાંથી પક્ષીઓના સ્વરેના વિવિધ નાદ થઈ રહ્યા હતા. જાણે કુદ્રત પોતે શ્રી નેમિનાથ પ્રભુનું સ્તવન કરતી હોય તેમ ત્યાં નીચેના પદ્યને પ્રતિધ્વનિ સંભળાતે હતે. “ત્રાલય ના સર્વે, પિય વિનેશ્વર , श्री नेमि श्रेयसां धाम तरंतु भववारिधिम् / / 1 // “સર્વ મનુષ્ય અહિં આવી અને કલ્યાણના સ્થાનરૂપ એવા શ્રી નેમિ પ્રભુને પ્રણામ કરી આ સંસારરૂપ સમુદ્રને તરી જાઓ.” 1 આ વખતે મહાત્મા પોતાના શિષ્યને પરિવાર લઈ યાત્રા કરવા તે ગિરિરાજ ઉપર ચડતા હતા. ઈર્યાપથિકીથી ચાલતા, ઉત્તમ ભાવના ભાવતા, અને મનના શુભ પરિણામને પુષ્ટિ કરતા તેઓ ગિરિરાજના ઉચ્ચ શિખર ઉપર આરૂઢ થઈ ગયા હતા. ગિરિરાજની પવિત્ર ભૂમિનું નિરીક્ષણ કરતાં તેમના હૃદયમાં અતિ આનંદ ઉપજતે હતે. તેમની મનવૃત્તિમાં પ્રગટ થતી ભાવનાએ આ પ્રમાણે હતી. અહા ! આ પવિત્ર ભૂમિને પ્રભાવ દિવ્ય છે. યાદવવંશ વિભૂષણ ભગવાન નેમિનાથ પ્રભુના જીવનની ઉચ્ચ દશાને માર્ગ આ ભૂમિમાંથીજ પ્રગટ થયું છે. પણ આ ભૂમિના વાતાવરણને મહિમા અપૂર્વ છે. આવા સ્થળના વાતાવરણની શુદ્ધિને લઈને આસ્તિક આત્માઓના વિચારે સુંદર થાય છે, વિષયવાસના વિનષ્ટ થઈ જાય છે, ઉદારતા ઉદય પામે છે, તપસ્યાનું તેજ પ્રકાશે છે, મનવૃત્તિમાં