________________ (176 ) આત્મોન્નતિ.. થયે હોત તે આપણા હદયની શંકાઓ દૂર થાત નહિ, આપણી અજ્ઞાનતાને છેડે આવત નહિ.” શોધકચક્રે કહ્યું, “ભાઈ સત્યચંદ્ર! કદિ તમે સારા સંસ્કારી હતા, એટલે તમે તમારી શંકાઓને સાચવી શક્ત અને આહંત ધર્મની આસ્તાને ટકાવી રાખત પણ મારાથી તેમ બનત નહિ. હું તે તદન નાસ્તિક બની જાત. મારા હૃદયની શંકાએ મને નાસ્તિતામાંજ દેરી જાત. હું તદન ધર્મભ્રષ્ટ બની જાત. આ મહાત્માએ મારા ઉપર તે મહાન ઉપકાર કરે છે. મારા શકિત જીવનને નિશંક બનાવી આસ્તા-શ્રદ્ધાની શીતલ છાયામાં મુક્યા છે. હું તે એ મહાત્માને અત્યંત આભારી થયે છું. મને તે તેઓએ નવું ધામિક જીવન આપ્યું છે. આ પ્રમાણે કહેતાં શોધચંદ્રના નેત્રમાંથી હર્ષાશ્રુની ધારા ચાલવા લાગી. પછી બંને ધર્મ વીરેએ ઊંચે સ્વરેથી તે મહાત્માની સ્તુતિ કરી. ___ उपजाति भेद. " परोपकारव्रतसंश्रिताय, दयालचे सत्कृति साधकाय / चारित्र संरक्षण तत्पराय, नमोऽस्तु भक्त्या गुरवे वराय" // 1 // પપકાર વ્રતને આશ્રય કરનારા, દયાળુ, સત્કાર્યને સાધનારા અને ચારિત્રનું રક્ષણ કરવામાં તત્પર એવા શ્રેષ્ઠ ગુરૂને ભક્તિથી ન મસ્કાર ." આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તેઓ પિતાના નિત્યકર્મમાં પ્રવૃત્ત થયા હતા. (R