________________ યાત્રા 4 થી, (175) દેશ વાણી રૂપ પ્રભાએ અમારા સંદેહરૂપ અંધકારને વિખેરી નાખ્યું છે. તે સાથે અમારા હૃદયને વિશેષ બોધથી પ્રકાશિત કરી દીધું છે. અમારા અંતરના ગુપ્ત અને આપે જ્ઞાનના ઓપથી ઓપી દીધા છે. આ પ્રમાણે કહી તેમણે નીચેના પદ્યથી સ્તુતિ કરી. | વસંતતિ. " योऽज्ञानजं तम इहैव सदा धुनोति सद्बोध दीपजनितैरमल प्रकाशैः तस्मै स्वधर्म परिपालन तत्पराय नित्यं नमोऽस्तु गुरवे शिवमार्गदाय " // 1 // “જે આ લેકને વિષે સધરૂપી દીપકમાંથી ઉત્પન્ન થયેલા નિર્મલ પ્રકાશવડે અજ્ઞાનજનિત અધકારને સદા નાશ કરે છે. તેવા સ્વધર્મને પાળવામાં તત્પર અને મોક્ષમાર્ગને આપનારા ગુરૂને હમેશાં નમસ્કાર છે.” 1. આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તે મહાત્મા પ્રસન્નતાથી બોલ્યા“ભદ્ર! આજે સમય થઈ ગયે છે તેથી આ ચર્ચાવાળા વ્યાખ્યાનની સમાપ્તિ કરવામાં આવે છે. હવે આવતી કાલની યાત્રા પ્રસંગે તમને બીજા વિષયને બોધ આપવામાં આવશે.” આ પ્રમાણે કહી તે મહાત્મા પિતાના ઉપયોગમાં તત્પર થયા અને યુવક સત્યચંદ્ર તથા શોધકચંદ્ર તે સપરિવાર મહાત્માને વં. દના કરી પિતાના સ્થાન તરફ ચાલતા થયા. માર્ગમાં ચાલતાં તે બને યુવકે મહાત્માની વાણીની પ્રશંસા અને તેમણે દર્શાવેલા સદ્બેધનું મનન કરતા હતા તેવી રીતે તેઓ પોતાના સ્થાનમાં આવી પહોંચ્યા હતા. આ વખતની યાત્રામાં તેમને ભારે લાભ થયે, એમ માની તેઓ પિતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા અને પિતાના સ્થાનમાં આવી તેમણે મહાત્માની કુશાગ્ર બુદ્ધિની અને જૈનાગમની અંદર ઉત્તમ પ્રકારની પ્રવીણતાની તેમણે ભારે પ્રશંસા કરી હતી. સત્યચંદ્ર આનંદપૂર્વક જણાવ્યું “ભાઈ શોધકચંદ્ર! આપણા પૂર્વ પુણ્યને ખરેખર ઉદય થયે છે, નહિ તે આવા જ્ઞાનનિધિ મહાત્માને મેળાપ કયાંથી થઈ આવે? જે આપણને એ મહાત્માને મેળાપ ન