________________ (147) આત્મતિ.. જણાવવા માટે કરવામાં આવતા પક્ષ અને હેતુ, પ્રયાગ, દ્રષ્ટાંત, ઉ. પનય, નિગમન વિગેરેને પ્રયોગ કરે પડે, તેથી તેને પરાર્થનમાન કહે છે, તેમજ સકેત (ચિન્હ) વડે પદાર્થોને જે નિશ્ચય કરે તેને અનુમાન પ્રમાણુ કહે છે. જેમકે કઈ પર્વતમાં ધુમાડે નીકળતે દેખવાથી નિશ્ચય કરે કે આમાં અગ્નિ છે તે. આપ્ત પુરૂષના વચન નિમિત્તથી પદાર્થને જે નિશ્ચય–અર્થજ્ઞાન તેને આગમ કહે છે. અભિધેય વસ્તુને યથાવસ્થિત જે જાણે તેવી કહે તે આપ્ત કહેવાય છે. એટલે જેવા કે જનક, તીર્થંકરાદિના વચનથી પ્રાદુર્ભત થયેલા અર્થના જ્ઞાનને આગમ પ્રમાણુ કહે છે. તેમજ જણાવવામાં આવતા વસ્તજ્ઞાનનું કારણ હોઈ કારણમાં કાર્યના ઉપચાર વડે આમ વચનને પણ આગમ પ્રમાણ કહેવામાં આવે છે. નવ તત્વે પ્રમાણે સ્યાદ્વાદ–સ્યાદ્ અસ્તિ, સ્યાદ્ નાસ્તિ વગેરે દરેક પદાર્થોમાં દરેક ધર્મોમાં લાગુ પડતી સપ્તભંગી તથા નૈગમાદિ સાત પ્રકારના ન વગેરેનું વર્ણન એટલું બધું મહદ્ યુક્તિયુક્ત અને સૂકમ દષ્ટિથી જાણી શકાય તેવું છે, કે જેને માટે સ્યાદ્વાદરત્નાકરાવતારિકા, નયચકસાર, ન્યાયાવતાર, અને સ્યાદ્વાદ મંજરી વગેરે સંખ્યાબંધ ગ્રંથે લક્ષાવધિ લેકમાં લખાએલા છે. જેથી જેનતની નિર્દૂષણુતા દૃષ્ટિ આગળ તરી આવે છે, તેથી કરીને અસાધારણ બુદ્ધિમાન જૈનાચાર્યોએ નિષ્પક્ષપાત રીતે પિતાના તને નિર્દોષ સુવર્ણની માફક અને તર્ક-વિતર્કરૂપ કટીથી બરાબર તપાસેલા છે, તેથી કઈ પરીક્ષાથી નિર્ભીક બની ઉપદેશ છે કે, દરેક પ્રકારના પોતાના દર્શનના પક્ષપાતને મુકી દઈ, તટસ્થાને આલબી સૈકડે યુક્તિઓથી દરેક દર્શને વારંવાર તપાસવા જોઈએ, અને તેમ તપાસ કરતાં જે દર્શન બરાબર યુક્તિયુક્ત માલમ પડે, જેમાં પૂર્વાપર વિરોધને ગંધ પણ ન હોય, તેને જ મુમુક્ષુ બુદ્ધિમાનેએ આદર કરે જોઈએ.” આ પ્રમાણે કહી મહાત્મા વિરામ પામ્યા એટલે શ્રાવક શોધકચંદ્ર અને સત્યચંદ્ર આ પ્રમાણે બોલ્યા “ભગવન્! આપે આપેલા આજના વ્યાખ્યાનથી અમે નિઃશંક થઈ ગયા છીએ. આપની ઉપ