________________ યાત્રા 4 થી, (173) દષ્ટિએ પ્રત્યક્ષ કહેવામાં આવે છે, પરંતુ પારમાર્થિક દૃષ્ટિએ પક્ષ કહેવામાં આવે છે, કારણકે તેનાથી સર્વથા સ્પષ્ટ જાણવામાં આવતું નથી; કેમકે કઈ વસ્તુ નેત્ર વડે જોવાથી જ્ઞાન થયું કે તે સફ્રેત છે તે પણ હજી તેમાં મલિનતાને પણ મેલાપ છે, પરંતુ તે તેમાં સ્પષ્ટ દેખાતું નથી કે કેટલા અંશ સફેત અને કેટલા અંશ મલિનતાવાળા છે; તેટલા માટે તે વ્યવહાર માત્ર પ્રત્યક્ષ અને યથાર્થ રીતે પરોક્ષજ્ઞાન છે. મતિજ્ઞાન તેમજ શ્રુતજ્ઞાનથી જે કાંઈ જાણવામાં આવે છે તે તમામ પક્ષ છે. તેના (મતિજ્ઞાનના) મુખ્ય પાંચ ભેદ છે. 1 સ્મૃતિ, 2 પ્રત્યભિજ્ઞાન, 3 તર્ક, 4 અનુમાન અને 5 આગમ એવા પાંચ ભેદ તેના છે. પૂર્વ અનુભવેલા-જાણેલા પદાર્થનું સ્મરણ માત્ર તે સ્મૃતિ કહેવાય છે. અનુભવ તથા સ્મરણથી થનારા પ્રત્યક્ષ પદાર્થને નિશ્ચય કરવા માત્ર વડે પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. કેઈ પુરૂષે પ્રથમ સાંભળ્યું હતું કે ગવય (રાઝ) પશુ ગાય જેવું હોય છે, ફરી કઈ વખત કદાચિત જંગલમાં ગવય જોઈને ગાય સરખું ગવય જાનવર સાંભળ્યું હતું તેજ આ ગવાય છે, જેમાં “સાંભળ્યું હતું તેજ_એટલા જ્ઞાનને સ્મૃતિ અને “આ” તે અનુભવ, જેથી સ્મૃતિ તથા અનુભવ સંમિશ્રિત “તેજ આ " એટલા જ્ઞાનને પ્રત્યભિ કહે છે. જેમાં ઉપમાન પ્રમાણને પણ અંતરભાવ થાય છે. 3. વ્યાપ્તિજ્ઞાનને તર્ક કહેવામાં આવે છે અને એક વિના એક ન હોય તેને વ્યાપ્તિ કહે છે. જે કઈ પ્રમાણુવડે થતાં અન્વય વ્યતિરેકથી ઉત્પન્ન થનારું, ત્રણે કાળમાં સિદ્ધ એવા, સાધ્ય અને સાધનમાં આલંબન રૂપ, “આ વસ્તુ તેજ વસ્તુ હોય તેજ થાય તે ન લેવાથી આની ઉત્પત્તિ કદાપિ થાય નહિ” જેમકે “જ્યાં ધૂમ હોય છે, ત્યાં અગ્નિ વિના કદાપિ ધુમાડે હેતેજ નથી. તેમજ આત્મા વિના ચેતન રહેતું નથી એવી વ્યક્તિને જે જાણવું તે જ્ઞાનને તર્ક અથવા ઉહ કહેવામાં આવે છે. અનુમાન પ્રમાણ સ્વાર્થ અને પરાર્થ એવા બે ભેદવાળું છે. સાધનની ઉપલબ્ધિ અને વ્યાપ્તિના સ્મરણથી પિતાને થવાવાળા સાધ્ય વસ્તુના વિજ્ઞાનને સ્વાર્થનુમાન અને બીજા મદમતિને તે પ્રમાણે