________________ ( 172 ) આત્મતિ, ધર્મ-એમ બે પ્રકારના ધર્મો બતાવેલા છે. તે ઉપાસકદશાંગસૂત્ર, ગશાસ્ત્ર અને શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથમાં વિસ્તારથી વર્ણવેલા છે. તે વિષે તમને સંક્ષેપથી આગળ કહેવામાં આવશે. મહાત્માનાં આ વચને સાંભળી બંને તરૂણ યુવકે અતિ આનંદિત થઈ ગયા. અને તેમણે ભક્તિભાવથી વંદના કરી તે મહાત્માને આ પ્રમાણે પ્રશ્ન કર્યો. “ભગવદ્ ! આપે નવ તત્ત્વનું સ્વરૂપ સંક્ષેપમાં સમજાવ્યું, તે અમારા સમજવામાં આવી ગયું છે. હવે તે તત્ત્વની સિદ્ધિ માટે પ્રમાણુનું જ્ઞાન હોવાની જરૂર છે, તે તે કૃપા કરી સમજાવો.” મહાત્મા પ્રસન્ન થઈને બોલ્યા–“ભદ્ર ! સાવધાન થઈને સાંભળે.” દરેક જાતની સિદ્ધિને માટે નિર્દોષ પ્રમાણની ખાસ જરૂર છે. પ્રમાણ વિનાના કેઈ કથનને બુદ્ધિમાને આદરણીય માનતા નથી. જેનાથી વસ્તુને યથાર્થ રીતે નિશ્ચય થાય તેને પ્રમાણ કહેવામાં આવે છે. જેનશાસ્ત્રમાં પ્રમાણના 1 પ્રત્યક્ષ અને 2 પક્ષ એમ મુખ્ય બે ભેદે કહેવામાં આવેલા છે. તેમાં પ્રત્યક્ષપ્રમાણ 1 પારમાર્થિક પ્રત્યક્ષ અને 2 સાંવ્યવહારીક પ્રત્યક્ષ એમ બે પ્રકારે છે. જે જ્ઞાન કેવલ આત્માને આધિન રહી એટલે પિતાને વિષય છે તે તમામ વિશુદ્ધતાથી સ્પષ્ટ જાણે એટલે ઇંદ્રિયેની સહાય વિના કેવળ આત્મા દ્વારા ઉત્પન્ન થતા જ્ઞાનને પારમાર્થિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે. તેમજ-નેત્રાદિક ઇંદ્રિયેથી વર્ણાદિકને સાક્ષાત્ ગ્રહણકાળમાં જાણે, એટલે જેને નેત્રાદિક ઇદ્રિય અને અનિદ્રિય-મન નિમિત્તક જે જ્ઞાન એટલે તેના દ્વારા જે ઉત્પન્ન થાય તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે અને હવે પારમાર્થિક પ્રત્યક્ષના બે ભેદ છે. 1 દેશ પારમાર્થિક પ્રત્યક્ષ 2 સર્વપારમાર્થિક પ્રત્યક્ષ રૂપી પદાર્થોને સાક્ષાત્કાર કરવાવાળું જે છે તે અવધિજ્ઞાન તેમજ મનુષ્ય ક્ષેત્રમાં વસતા સર્વ પ્રાણીઓના મનભાવને પ્રત્યક્ષ કરનારૂં જે છે તે મન:પર્યવજ્ઞાન તે દેશપ્રત્યક્ષ છે. તેમજ કેવલજ્ઞાન કે જે અનંત પ્રાણી પદાર્થો-રૂપ અરૂપી સર્વનું ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળનું ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું-સર્વ સાક્ષાત્કાર કરવાવાળું તે સર્વે પ્રત્યક્ષ છે. સાંવ્યાવહારિક પ્રત્યક્ષ વ્યવહાર