________________ ( 170 ) આત્મોન્નતિ, સ્પર્શ-આ ચારે પદાર્થોની ક્રમે ક્રમે વૃદ્ધિ થાય છે, તે ઊત્સપિણી કહેવાય છે. અને જેમાં તેથી વિપરીત એટલે ઉપર કહેલા ચારે પદાર્થોમાં ક્રમે ક્રમે હાનિ થતી જાય છે, તે અવસર્પિણ કહેવાય છે. આવી અનંત ઉત્સપિણી અને અવસર્પિણું વ્યતીત થઈ છે, અને થશે. આવા કાલ જે સર્વદા જે ક્ષેત્રમાં વર્તે છે તે ક્ષેત્રમાં ભિન્ન ભિન્ન વખતે દરેક અવસર્પિણ, ઉત્સપિણી વખતે ચાવીશ ચેવિશ જુદા જુદા જ પોતે કરેલા અતિ પ્રબળ શુભ કર્મને પ્રતાપે તીર્થંકરે થાય છે. 3. પુણ્યતિ –જે શુભ પ્રકૃતિથી પિતે કરેલા કર્મ ભેગવતા અને સુખ આપે છે તે પુણ્યતત્ત્વ કહેવાય છે. જૈન દર્શનમાં સુપાત્રને સુપાત્ર દાનની બુદ્ધિએ અને અનુકંપા બુદ્ધિએ તમામ પ્રાણને દાન આપવું, તેઓના દુઃખ નિવારણ કરવા ફરમાવેલ હોવાથી જૈનશાસ્ત્ર પુણ્ય કરવાનું નિષેધ કરતું નથી. 4. પાપતવ—જે અશુભ પ્રકૃતિથી પોતે કરેલાં કર્મો ભેગવતા જીવેને દુઃખ આપે, આત્માનંદને ભસ્મ કરે અને પુણ્યથી વિપરિત, તે પાપ તવ કહેવાય છે. 5. આશ્રવતત્વ-જીવ રૂપ તળાવમાં પાંચ ઇદ્રિ રૂપી ગરનાળાએ કરી કર્મરૂપ પાણીને પ્રવાહ જેથી આવે તે એટલે–જેનાથી જીવને કર્મની પ્રાપ્તિ થાય તે આશ્રવતત્વ કહેવાય છે. તે 1 મિધ્યાત્વ, 2 અવિરતિ, 3 પ્રમાદ, 4 કષાય, અને પગ. એમ પાંચ પ્રકાર પુનબંધક જીવના જ્ઞાનાવરણીય આદિ કર્મના બંધના હેતુ છે, તે મિથ્યાત્વાદિ શુભાશુભ કર્મ બંધના હેતુ હેવાથી તેજ આશ્રવ છે. તે પાંચ પ્રકારના આશ્રવનાં લક્ષણે આ પ્રમાણે છે. સત્યને અસત્ય અને અસત્યને સત્ય કરી માનવું, તે મિથ્યાત્વ, હિંસાદિથી નિવૃત્ત ન થવું, તે અવિરતિ, વિષયાદિકનું સેવન વગેરે તે પ્રમાદ, કેધ, માન, માયા અને લેભ એ ચાર કષાય, અને મન, વચન અને કાયાના શુભાશુભ વ્યાપાર તે ગ–એમ પાંચ પ્રકારના આશ્રય કહેવાય છે. 6. સંવરત –ઉપર કહેલા પાંચ પ્રકારના આરોથી છવને આવતા કર્મને રોકનાર-આશ્રવનું રૂંધન કરનાર તે સંવર કહેવાય