________________ યાત્રા 4 થી. (169) ચારે, પ્રદેશના સમુદાયરૂપ હેવાથી તે અસ્તિકાય એવા નામથી ઓળખાય છે, કારણ કે અસ્તિકાય એ શબ્દનો અર્થ પ્રદેશ સમુદાય થાય છે, અને કાળ એ સમયરૂપ હોઈ તેવા પ્રદેશને તેમાં અભાવ હોવાથી અસ્તિકાય કહેવાતું નથી. ધર્માસ્તિકાય એ લેકવ્યાપી, નિત્ય, અવસ્થિત, અસંખ્યાત પ્રદેશી અને અરૂપી દ્રવ્ય છે. તે જીવ અને પુગલ બંનેને ગતિમાં સહયતા અર્પે છે. જેમ માછલીમાં ચાલવાની શક્તિ છતાં પણ તે પાણી વિના ચાલી શકતી નથી, તેમ જીવ અને પુગેલમાં ગમન કરવાનું સામર્થ્ય હોવા છતાં પણ તેની સહાય વિના ગમન કરવામાં સફળ થઈ શકતા નથી. અધર્માસ્તિકાય સ્થિરતા ધર્મવાળે છે. તેનામાં ધર્માસ્તિકાયના સ્વરૂપ સાથે એટલે જ તફાવત છે કે, તે જીવ પુદ્ગલ બંનેની સ્થિતિની બાબતમાં અપેક્ષા કારણુ કહેવાય છે. આકાશ નિત્ય એ કાલેક વ્યાપી, અવસ્થિત અને અરૂપી દ્રવ્ય છે. તે જીવ વગેરેને અવકાશ દેવામાં સમર્થ થઈ શકે છે. તે સ્કધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ભેદવાળા છે. સમૂહાત્મક એક પદાર્થને સ્કધ, તેના નાના ભાગોને દેશ, અને જેને ફરીને વિભાગ ન હોઈ શકે અને સ્કધ સાથે જેને સંબંધ હોય તેને પ્રદેશ જૈનશાસ્ત્રકારે કહે છે. સ્પર્શ, રસ, ગંધ, અને વર્ણવાળી દરેક વસ્તુઓને પુદ્ગલ કહેવામાં આવે છે. તે પુદ્ગલેમાં પરસ્પર આશ્લેષ, સૂક્ષ્મતા, સ્થૂલતા, આકાર, ભેદન, છેદન, શબ્દ, આતપ, અંધકાર, છાયા, અને ઉત, વગેરે પુદ્ગલના પર્યાય છે. તે પુદ્ગલેના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એવા ચાર પ્રકાર છે. જે અત્યંત સૂક્ષ્મ, નિત્ય, એકેક રસ, વર્ણ, તથા ગંધવાળો, અને બે સ્પર્શવાળ અવયવરહિત અને પરસ્પર અસંયુક્ત પદાર્થ તે પરમાણુ કહેવાય છે. જે અવયવ સહિત એ પરમાણુઓને સંઘાત તે સ્કધ કહેવાય છે. પુરૂષાદિ પદાર્થોના બાલ્ય, વિનાદિ અવસ્થાના પરિણામનું કારણું, વર્તમાનાદિ ક્રિયાને અનુગ્રાહી, વર્તન પરિણામાદિ લક્ષણ જેનું છે તે, અઢીદ્વીપમાં વતેનારા પરમ સૂક્ષ્મ, નિવિભાગ સમયને કાળ કહેવામાં આવે છે. જૈનશાસ્ત્રમાં તે કાળના બે વિભાગ પાડેલા છે. તે ઉત્સર્પિણ અને અવસર્પિણ, એવા નામથી ઓળખાય છે જેમાં રૂપ, રસ, ગંધ તથા