________________ (168) આત્મોન્નતિ, -- ચેથા દેવતાઓ કે જેઓના ભુવનપતિ, વ્યંતર, તિષ અને વૈમાનિક-એવા ચાર ભેદ છે તે દરેકની સ્થિતિ, આયુષ્ય, શરીર, તથા ક્ષેત્ર પ્રમાણુ વગેરેનું વર્ણન લેક પ્રકાશ, શૈલેજ્ય દીપિકા અને ક્ષેત્ર સમાસ વગેરે ગણિતાનુયેગના જૈન ગ્રંથમાં ઘણાં વિસ્તારથી આપવામાં આવ્યું છે. આ વખતે શેધકચંદ્ર અંતરમાં પ્રસન્ન થઈને બે -“ભગવન! આપે જે જીવનું સ્વરૂપ સંક્ષેપમા સંભળાવ્યું, તેથી અમેને ઘણે આનંદ થયો છે. હવે કૃપા કરી જીવના સ્વભાવ વિષે કાંઈ સમજુતી આપશે. જેથી અમેને આત્મતત્વનું સારું જ્ઞાન પ્રાપ્ત થાય.” શોધકચંદ્રનાં આ વચન સાંભળી મહાત્મા પ્રસન્ન વદને બેલ્યા. ભદ્ર! જીવને ભૂલ સ્વભાવ સ્વચ્છ અને સચ્ચિદાનંદમય છે; પરંતુ કર્મરૂપ પડદાથી તેનું મૂળ સ્વરૂપ ઢંકાઈ જાય છે. જ્યારે દિગલિક કર્મરૂપ પડદે શુભધ્યાન વગેરેના બળથી દૂર થાય છે, ત્યારે આત્મા-જીવ મુક્તાવસ્થા પ્રાપ્ત કરી સ્વસંવેદ્ય, અનુપમ એવા ઉત્તમોત્તમ સુખને અનુભવ કરે છે. જીવને કર્મની સાથે સુવર્ણ અને માટીની જેમ અનાદિ સંબંધ છે અને તેને તે અનાદિ કર્મ હમેશાં જીવની સાથે શુભાશુભ કારણેને લઈને તેમાં ફેરફાર થયા કરે છે. તે કર્મો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય-એમ આઠ પ્રકારના શ્રીજિનેશ્વર ભગવાને કહેલા છે. તે કર્મો સંબંધી વિસ્તારયુક્ત વર્ણન જૈનેના કર્મગ્રંથોમાં એવી સૂક્ષમ રીતે આપવામાં આવેલ છે, કે જૈન શાસકારે આવાગહન વિષયેના યથાસ્થિત વિવેચનમાં બીજા સર્વ દર્શન નથી આગળ વધ્યા છે, એમ કહ્યા વિના ચાલી શકાય તેમ નથી. તેનું સંક્ષિપ્ત વર્ણન આગળ ઉપર પ્રસંગે કહેવામાં આવશે. આ ઉપરથી જીવતત્ત્વ શું કહેવાય? એ તમારા સમજવામાં આવ્યું હશે. ભદ્ર! હવે બીજા અજીવ તત્ત્વને માટે જે હું કહું, તે તમે સાવધાન થઈને સાંભળજે-જે આજે હમણાં જીવતત્વ કહેવામાં આવ્યું, તે છવના સ્વરૂપથી વિપરીત લક્ષણવાળું જડ તે અજીવતત્વ કહેવાય છે. તેનાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાળ-એવા પાંચ પ્રકાર છે. ધર્માસ્તિકાય વગેરે