________________ યાત્રા 4 થી, ( 167) ચતુરિંદ્રિય, અને પંદ્રિયએમ નવ પ્રકારનું છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પાંચને કેવળ સ્પર્શ ઇક્રિય હોવાથી એકેદ્રિય કહેવામાં આવે છે. જે કે લવણ, માટી વગેરે પૃથ્વી વગેરેમાં મનુષ્યાદિકની માફક જીવના વ્યક્ત ચિન્હ દેખાતા નથી, તે પણ મદિરાપાન વગેરે નીસ્સાથી મૂછિત થયેલા મનુષ્યાદિકના ઉસ પ્રમુખ અવ્યક્ત ચિહે જેમ દેખાય છે, તેમ સમાન જાતિવાળા ઉદ્ભવ થવા વગેરે જીવના અવ્યક્ત ચિન્હો અવશ્ય માલુમ પડે છે. વળી પૃથ્વીકાયમાં આદ્યમાં, સ્વઆકારમાં રહેલા લવણ વિદ્યુમ પાષાણ આદિમાં અર્ષમાંસ અંકુરની જેમ સમાનજાતિય અંકુર ઉત્પત્તિપણું છે. વનસ્પતિ જેમ ચેતનપણાનું ચિન્હ છે. તે કારણથી અવ્યક્ત ઉપયેગાદિ લક્ષણ હોવાથી પૃથ્વી સચેત છે એમ સિદ્ધ થાય છે. તે પૃથિવ્યાદિકના સચેતનપણા માટે “વિશેષાવશ્યક ટીકા વગેરે મહાન પ્રમાણિક ગ્રંથમાં સૂક્ષ્મવિચારથી અનેક પ્રમાણે આપવામાં આવેલા છે. અહિં સંક્ષેપમાં જણાવવાના હેતુથી વિશેષ કહેવામાં આવતું નથી, તેથી તમારે પણ તે સંક્ષેપમાં સમજી લેવું. કૃમિ વિગેરે છે. જૈન શાસ્ત્રમાં દ્વિદ્રિય નામે ઓળખાય છે; કારણ કે, તેને સ્પર્શ અને જિહા એ બેજ ઇંદ્રિયે છે. કીડી જી વગેરે અને એક નાસિકા ઈંદ્રિય વિશેષ હેવાથી તે વીંદ્રિય કહેવાય છે. ભ્રમર વગેરે ચતુરિંદ્રિય જીવ કહેવાય છે, કારણ કે, તેમને સ્પર્શ, જીહા, નાસિકા અને આંખ-મળી ચાર ઇદ્રિ હોય છે. શ્રોત્ર સહિત પાંચ ઈંદ્રિય વાળાઓને પંચેન્દ્રિય કહે છે. તે પચેંદ્રિય જીવોને નારક, તિર્યંચ, દેવ અને મનુષ્ય એમ ચાર વિભાગમાં વહેંચવામાં આવેલા છે. જેઓ રત્નપ્રભા, શર્કરા પ્રભા, તાલુકા પ્રભા, પંકપ્રભા, ધૂમ્રપ્રભા, તમપ્રભા અને મહાતમા પ્રભા. એ નામની સાત નીચે નીચે આવેલી નરકભૂમિમાં વસે છે, તેઓ નારકી કહેવાય છે. બીજા પ્રકારના જીવ તિર્યમાં જળચર, સ્થળચર અને ખેચર. ઉરપરિસર્ષ અને ભૂજ પરિસર્પ મળી પાંચ પ્રકાર અન્વર્થપણે કરવામાં આવેલા છે. ત્રીજા મનુષ્ય કે જેઓ પીસ્તાલીશ લાખ જન પ્રમાણવાળા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે. જેને જૈનશાસ્ત્રમાં અઢીદ્વીપ કહેવામાં આવે છે.