________________ આત્મતિ, - છે, તેજ આત્મા છે. વળી શરીર ઉત્પત્તિવાળું અને નિયત આકાર વાળું હોવાથી તેને કઈ પણ વિધાતા અવશ્ય લેવો જોઈએ; કારણકે, જે જે વસ્તુઓ આદિવાળી અને નિયત આકારવાળી હોય છે, તેને કઈ પણ કર્તા અવશ્ય હોય છે. જેવી રીતે ઘટાદિકને કર્તા કુંભારાદિ હોય છે, તે ઉપરથી સિદ્ધ થાય છે કે, શરીરને જે કર્તા તેજ જીવ બોલાય છે. તેમજ ઘટાદિકનું–તેના રૂપાદિકનું જ્ઞાન એ જ્ઞાનગુણ છે, તે કઈ પણ ગુણીમાં અવશ્ય રહેવું જોઈએ. જેવી રીતે તે ઘટાદિના વર્ણ, ગંધ વિગેરે તેના આશ્રયભૂત ઘટ વગેરેમાં રહે છે. જેમાં ઘટાદિના રૂપાદિકનું જ્ઞાન આશ્રિત છે, તેને જ જીવ એ નામથી વ્યવહાર કરવામાં આવે છે. તેમ વળી જ્ઞાન, સુખ, દુઃખ વગેરે હંમેશાં ઉપાદાન કારણપૂર્વકજ હોય છે, કારણકે, જ્ઞાનાદિ ઉત્પત્તિમાન હોય તે કાર્ય રૂપ છે, જેમાં માટીને ઘડો વગેરે. તેવી રીતે જ્ઞાનાદિકનું જે ઉપાદાન કારણ છે, તે જીવ છે. તેમ વળી અનાત્મ અછવ-(આત્મા નહિ) એ શબ્દ વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદને પ્રતિષેધક છે તે પ્રતિપક્ષવાળું છે તેને જે પ્રતિપક્ષી જીવ (આત્મા) તે અવશ્ય વિદ્યમાનતા ભેગવવાવાળે છે એટલે અનાત્મા શબ્દને પ્રતિષેધક આત્મા છે. દાખલા તરીકે અઘટ (ઘડો નહિ) એ વ્યુત્પત્તિ વાલા ઘટ અને પ્રતિષેધક હેવાથી અઘટને પ્રતિપક્ષ ઘટ વિદ્યમાન છે. અહિં કોઈ શંકા કરે છે, ત્યારે ખરવિષાણુ (ગધેડાનું શીંગડું) વગેરે શબ્દમાં એ દોષ આવે કે નહિ? તેના ઉત્તરમાં કહેવાનું કે જેને પ્રતિપક્ષ નથી તે વ્યુત્પત્તિમાન શુદ્ધ પદને પ્રતિષેધ પણ નથી; જેમકે અખરવિષાણુ એ શબ્દમાં ખરવિષાણુ એવા અશુદ્ધ પદને નિષેધ છે. ત્યાં વ્યુત્પત્તિમાન તે એ શબ્દ છે પણ શુદ્ધ નથી, માટે અખરવિષાણ એને પ્રતિપક્ષ નથી. જેથી સગભાવે તે નિષેધ ઘટે છે. સર્વથા પ્રકારે તેને અભાવ કહે તે ઘટેજ નહિ. ઈત્યાદિ સેંકડો યુક્તિ યુક્ત પ્રમાણેથી જીવ નિરાબાદપણે સિદ્ધ થાય છે. તેમાં કઈ પણ દૂષણને સમાવેશ થતું નથી. એમ અપક્ષપાતપણે વિચાર કરવાથી જણાઈ આવે છે. આ જીવ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, દ્વિદ્રિય, ત્રિદિય,