________________ આત્મતિ, નારા અને દેખનારા હોવાથી તેઓ ત્રિકાલવિદ્, સર્વજ્ઞ, સર્વદર્શી, સુરાસુર પૂજ્ય, દેવાધિદેવ, અહમ્ અને સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુવિધ સંઘતીર્થને પ્રવર્તાવનારા તીર્થંકર કહેવાય છે. સ્યાદ્વાદ માર્ગને પ્રવર્તાવનારા તે પ્રભુના તેવાં ભિન્ન ભિન્ન નામે પડેલાં છે. ચાલતા આ અવસર્પિણી કાળમાં આ ભરતક્ષેત્રમાં થયેલા વીશ તીર્થંકરના અનુક્રમે રૂષભનાથ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદનપ્રભુ, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ, સુવિધિનાથ, શીતળનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય પ્રભુ, વિમળનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલિનાથ, મુનિસુવ્રતપ્રભુ, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, અને મહાવીર પ્રભુ, એવાં નામે છે. તેઓના વિશિષ્ટ લેકેત્તર ચરિત્રને વિસ્તાર ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર વગેરે જૈન સંસ્કૃત અને બીજા માગધી ગ્રંથમાં અતિ સરસ રીતે વર્ણવેલ છે. ભદ્ર! જે તે સાંભળવાની ઈચ્છા હોય તે તે ગ્રંથ વાંચજે અથવા સાંભળજે. તેઓ કેવળજ્ઞાન પછીનું પોતાનું બધું આયુષ્ય અન્ય જીને હિતકારી ઉપદેશામૃતનું પાન કરાવવામાંજ ગાળે છે. તે પછી આયુઃ કર્મ વગેરે અવશિષ્ટ કર્મોને ખપાવી અજરામર અવસ્થારૂપ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. તેઓના પૂર્વભવથી ઓવન થવાને સમયે, મૃત્યુલેકમાં જન્મ થવાને સમયે, અને દીક્ષા, કેવળજ્ઞાન તથા નિર્વાણ પ્રાપ્ત કરવાને સમયે બેઘવાર સુધી આ સંસારના સમસ્ત છને ઉચ્ચ સુખ પ્રાપ્ત થાય છે, તેથી તેઓને એ સમય કલ્યાણકના નામથી પ્રસિદ્ધ થયેલે છે. આ પ્રમાણે તે તીર્થંકર દેવેનું ગુણ પરિપૂર્ણ ચરિત્ર હવે તમારા સમજવામાં આવ્યું હશે. તે ચરિત્રનું વારંવાર મનન કરવાથી જીવની પરિણતિની શુદ્ધિ થાય છે. - ભદ્ર! હવે તે પ્રભુએ જે તને ઉપદેશ આપે છે, તે તરફ લક્ષ આપશે. તેમના પ્રરૂપેલા જૈનદર્શનમાં 1 જીવ, 2 અજીવ, 3 પુણ્ય, 4 પાપ, 5 આશ્રવ, 6 સંવર, 7 બંધ, 8 નિર્જરા અને 9 મેક્ષ. આ પ્રમાણે નવ તને કહેલા છે. આ નવ તત્તનું વર્ણન એટલું બધું ગંભીર, સૂરમ, યુક્તિથી ભરપૂર અને વિસ્તાયુક્ત છે કે, તે વર્ષોના વર્ષો સુધી પણ સમાપ્ત થઈ શકે તેમ નથી તેથી