________________ યાત્રા 4 થી. (16) વીશી કહેવાય છે. તે બધા તીર્થકર સ્યાદ્વાદમત પ્રમાણે પ્રતિપાદિત સ્વરૂપવાળા એકજ ધર્મને પ્રરૂપે છે. તેમના પ્રરૂપણમાં કોઈ જાતને ભેદ નથી. દરેક લૈકિક અને કેસર એવા શબ્દોથી સંબોધ્યા (શબ્દદ્વારા જાણવા લાયક) એવી વસ્તુઓની પ્રમાણુતાને મૂળ આધાર તેમના પ્રરૂપક ઉપર રહેલો છે. જે પ્રરૂપક આસ પુરૂષ તસ્વાદિ ગુ એ કરીને સહિત હોય તે તેના ગુણથી હણાએલા દેનું તેણે જણવેલા તવ માર્ગમાં સંક્રમણ થતું નથી અને તેથી કરીને સ્વયં પ્રમાણને અંગીકાર કરે છે, માટે આ સ્થળે પ્રથમ જૈનધર્મના મુખ્ય પ્રરૂપક તીર્થંકર દેના લકત્તર ગુણવાળા અદ્ભુત ચરિત્રનું સંક્ષિપ્ત દિગ્ગદર્શન કરાવવું ઉચિત છે. ભદ્ર! તે તમે સાવધાન થઈને સાંભળજે. જે જે તીર્થંકર થવાની યોગ્યતાવાળા છે, તેઓ પ્રથમ આપણું જેવા મનુષ્યજ હોય છે. તેમને પ્રથમ સમકિત (સત્યજ્ઞાન) ગુરૂ ઉપદેશ પ્રાપ્ત થવાથી થાય છે. તેથી તેઓ ધર્મના ઉત્કૃષ્ટ કૃત્ય કરી વિશસ્થાનક તપનું આરાધન કરી ત્રીજે આગલે ભવે તીર્થકર ગોત્ર બાંધે છે. તે પછી શુભ પ્રકૃતિના ઉદયે કરી દેવગતિ અથવા અશુભ કર્મ ભાગવવું બાકી રહ્યું હોય તે તે ભોગવવા નરકગતિમાં જઈ તે શુભાશુભ જે કમ ભેગવવું રહ્યું હોય તે કર્મ ભેગવી ત્યાંથી આવીને કરેલા સુકૃતને પ્રભાવે શૂરવીર ક્ષાત્રય જાતિમાં જન્મ લે છે. ત્યાં ગર્ભમાંથી જ ત્રણ જ્ઞાનવાળા મતિ-શ્રુત તેમજ અવધિ–કે જે અવધિજ્ઞાન પરેશ રહેલા પણ પદાર્થોને દેશ પ્રત્યક્ષ કરનારું પુદ્ગલિક-રૂપી પદાર્થ વિષયિક (દિવ્ય જ્ઞાન) હોય છે. જ્યાં માતાના ઉદરમાંથી જન્મ થતાંજ તરત ઇંદ્ર, દેવતાઓ, દિકુમારિકાઓ વિગેરે તે પરમાત્માને જન્માભિષેક મેરૂ પર્વત ઉપર પ્રભુને લઈ જઈ કરે છે. તે પરમાત્માનું શરીર અદ્ભુત, સુગંધવાળું, વિસ્મયકારક–સર્વથી ઉત્કૃષ્ટ તેમજ રેગથી વિમુક્ત અને સ્વેદ, મલરહિત હોય છે. તેમના શ્વાસ પાકમળના જેવા સુગંધી અને રૂધિર તથા માંસ ગાયના દૂધની જેવું સફેદ, હેય છે. તેમના આહાર અને નિહાર ચર્મ ચક્ષુથી દેખી શકાતા નથી. પ્રભુના આ ચાર શારીરિક અતિશયે જન્મથી જ હોય છે તેથી જેનશાસ્ત્રમાં સહજ અતિશયે કહેવામાં આવે છે, કારણ કે તે શરીરની સાથેજ ઉત્પન્ન થયેલા હોય છે.