________________ (160) આત્મોન્નતિ તે સત્તામાત્ર છે-કર્મોથી ઢંકાઈ ગયેલું છે. તેવા જ્ઞાનને પ્રગટ કરવાને ઉદ્યમ કરે તેનું નામ આત્મિક ધર્મ કહેવાય છે. તે આ ત્રણ પ્રકારના ધર્મારાધનથી પ્રગટ થાય છે. બીજું આત્મામાં અનંત દર્શન છે. દર્શનને અર્થ દેખવું થાય છે. ચિદ રજજુ પ્રમાણ લેકમાં રહેલા પદાર્થો હથેળીમાં રહેલા આંબળાની માફક દેખવાની શક્તિને સામાન્ય ઉપયોગ કહે છે તે પણ આત્મામાં રહેલી છે. તે આત્માનું અનંત દર્શન કહેવાય છે. તે અનંત દર્શન ભવસ્થ કેવલી તથા સિદ્ધના જીવોને પૂર્ણપણે પ્રગટ થયેલ છે. આપણામાં એ અપ્રગટપણે સત્તામાં છે, તેને પ્રગટ કરવું, એ અનંત દર્શનવાળે આત્મિક ધર્મ છે. અનંત ચારિત્ર એટલે અનંતપણે આત્માના નિજસ્વરૂપમાં સંપૂર્ણ પણે સ્થિર થવું–ગુણેમાં વર્તવું. તેને અનંત ચારિત્ર કહે છે. જે સંપૂર્ણપણે ભવસ્થ કેવલી અને સિદ્ધ ભગવાનમાં પ્રગટેલું છે. આ પ્રમાણે જ્ઞાન, દર્શન, અને ચારિત્ર રૂપ ધર્મનું જ્ઞાન ગુરૂ મુખે સમજવાનું છે. ધર્મના આ સ્વરૂપને સાંભળી શોધકચંદ્ર અને સત્યચંદ્ર હૃદયમાં અત્યંત આનંદિત થઈ ગયા. તેમના અંગેઅંગ અને નશેનશમાં ધર્મની શ્રદ્ધા ઉત્પન્ન થવા લાગી. તરતજ બંને યુવકે બલ્યા, હે સ્વામિન્ ! અમારા સમજવામાં આવ્યું છે. હવે તેત્રિરત્ન રૂપ ધર્મનું વિશેષ સ્વરૂપ જાણવાની અમારી ઈચ્છા છે, તે કૃપા કરી સમજાવે અને આ સનાતન ધર્મ જે દેવ ભગવાન વીતરાગ પ્રભુને પ્રરૂપેલે છે, તે કેટલા પ્રકારનું છે? તે વિષે અમને સંપૂર્ણ માહીતી આપ.” બંને યુવકના મુખથી આ પ્રશ્ન સાંભળી મહાત્મા પ્રસન્નવદને બોલ્યા “ભદ્ર! એ સનાતન–અનાદિ ધર્મના સ્વરૂપને માટે આગમમાં ઘણા વિસ્તારથી કહેવામાં આવેલું છે. આ વખતે તમને તેનું સંક્ષિપ્ત સ્વરૂપ કહું, તે તમે સાવધાન થઈને સાંભળો. હે ભદ્રાત્મા! જૈન ધર્મ સ્યાદ્વાદમત એ નામથી પ્રખ્યાત છે. અને ઈતર દર્શનમાં પણ તેનું તે નામ પ્રસિદ્ધ છે. - ભદ્ર! જૈન ધર્મમાં ઈશ્વર પરમાત્માને તીર્થંકર ભગવાન કહે છે. તીર્થ-ધર્મના સ્થાપન કરનાર તે તીર્થકર કહેવાય છે. આ ભરતક્ષેત્રમાં હમેશાં તેમની સંખ્યા વીશની બને છે. તે ઉપરથી તે ચે