SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ યાત્રા 4 થી. (159) તેઇદ્રિ તથા ચેરિદ્ધિઓમાં બે બે લાખ, દેવ, નારકી અને તિર્યંચ, એ ત્રણેમાં ચાર ચાર લાખ તથા મનુષ્યમાં ચાર લાખ–એમ કુલ મળીને રાશી લાખ જાતિની નિઓમાં અનેક જાતિનાં દુઃખે - ગવતાં આત્માને પરિભ્રમણ કરવું પડયું છે પણ જ્યારે પૂર્વોક્ત પ્રકારના ધર્મની પ્રાપ્તિ થાય છે, ત્યારે રાજાધિરાજ, મહારાજ, અર્ધમંડળેશ્વર, મહામંડલેશ્વર, બળદેવ, નારાયણ, કામદેવ, ચકવર્તી દેવ, ઇંદ્ર, ગણધર, દેવ અને પરિપૂર્ણ પ્રાપ્તિએ તીર્થકરના પદે તથા તીથંકરના ગર્ભ, જન્મ તથા તપ, કલ્યાણક જે અનંત પ્રકારના અભ્યદય સુખ છે, તે સુખને પ્રાપ્ત કરી તે પછી અભેદ રત્નત્રયની ભાવનાના બળથી અક્ષય અને અનંત ગુણેનું સ્થાન જે બ્રહ્મ પદ-પરમાત્માપદ છે, તેને પ્રાપ્ત થાય છે. તે કારણથી ધર્મ પરમ રસનું રસાયણ છે. ધર્મ એ અક્ષયનિધાન છે. ધર્મ એ કલ્પવૃક્ષ છે, ધર્મ કામધેનુ છે અથવા ધર્મ એ ચિંતામણિ રત્ન છે, એથી ધર્મ મનવાંછિત ફળ આપનારે છે. જેમણે પ્રથમ કહેલા શુદ્ધ દેવ શ્રી પરમાત્માને ઉપદેશેલે ધર્મ જાણે છે–આત્મજ્ઞાનમાં તત્પર એવી બુદ્ધિને ધારક ધર્મ જેમણે ગ્રહણ કર્યો છે, તેઓ સર્વને ધન્ય છે. ભદ્ર, હવે આત્મિક ધર્મનું રહસ્ય સાવધાન થઈને સાંભળો! આત્મિક ધર્મ એટલે આત્માને ધર્મ-અર્થાત્ આત્માને સ્વભાવ જે અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંત ચારિત્ર આત્મ ધર્મ છે આખા જગતના અને જગની બાહેર ચિદ રજજુ પ્રમાણ એટલે નીચે સાત નારકી અહીં મનુષ્યલક ઉપર દેવકને અને સિદ્ધ શિલા ઉપર બિરાજમાન સિદ્ધના છે જે ચતુર્દશ રાજક ઉપર છે. જેને માટે કહેવાય છે કે, લેખંડને ગળે ઉપર આકાશમાંથી પડતું મૂકીએ તેને નીચે આવતાં છ માસ થાય, તે એક રજજુ કહેવાય છે એવા સૈદ રજજુ પ્રમાણ આ લેકમાં છવ, પુદૂગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ–એ છ દ્રવ્ય રહેલ છે, તે કાકાશ કહેવાય છે અને તેની બાહેર તે દ્રવ્ય પૈકી એકજ અલકાલાશ દ્રવ્ય છે બીજા દ્રવ્ય નથી; તેને અલકાકાશ કહે છે-આ બધાનું પરિપૂર્ણ જ્ઞાન દરેક આત્મામાં રહેલું છે. અને તે ભવસ્થ કેવલી તથા સિદ્ધના માં પૂર્ણ પ્રગટપણે છે. તેમણે એ જ્ઞાન પ્રગટ કરેલું છે. તેવું જ્ઞાન આપણામાં–પ્રાણીમાત્રમાં છે, પણ
SR No.022507
Book TitleAatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Original Sutra AuthorN/A
AuthorBechardas Durlabhdas
PublisherJain Atmanand Sabha
Publication Year1913
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy