________________ (158) આત્મોન્નતિ, પ્રથમ મનુષ્ય જન્મ રૂપી ક્ષેત્ર શુદ્ધ કરવું એટલે વ્યવહારમાં, વ્યાપાર વિગેરેમાં અંતકરણની શુદ્ધતા અને પ્રમાણિકપણે વર્તવું, પછી જે આત્મધર્મ, આત્મસાધન, પ્રભુપૂજા, પ્રભુભક્તિ, તપશ્ચર્યા બને તેટલી ત્યાગવૃત્તિ, ઇંદ્રિય દમન કરે છે તે આત્મધર્મ કહેવાય છે. ભદ્ર! જેનશાસ્ત્રમાં ધર્મના બે ભેદ આ પ્રમાણે કહ્યા છે. એક સામાન્ય ધર્મ અને બીજે વિશેષ એ બે પ્રકારે છે. જેમાં આ બન્નેને સમાવેશ થઈ જાય છે. હવે ધર્મ કે છે? તેને માટે જૈનશાસ્ત્રોમાં ઘણું જ કહેવામાં આવ્યું છે. આ સંસારમાં પડતા જીવને ઉઠાવીને જે ધરણેક, ચકવર્તી, આદિ ઉચ્ચ પદમાં અથવા અબાધિત અનંત સુખ આદિ અનંત ગુણ રૂપ લક્ષણના ધારક એવા પૂજ્ય મોક્ષપદમાં ધરે છે, તે ધર્મ કહેવાય છે. જેનદર્શન વળી બીજી રીતે પણ તે ધર્મના બે પ્રકાર જણાવે છે. 1 સાધુ ધર્મ-શ્રમણ ધર્મ અને 2 ગૃહસ્થ-શ્રમ}પાસક ધર્મ તે ઉભય ધર્મનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે તેમજ વ્યવહાર અને નિશ્ચયરૂપ પણ બે પ્રકારે ધર્મ કહેવાય છે, તેમજ બીજી રીતે ધર્મના ત્રણ ભેદ પણ છે. જેને ત્રણ રત્ન (સમ્ય જ્ઞાન, સમ્યગ દર્શન અને સભ્ય ચારિત્ર) એ રૂપ પણ ત્રિરત્ન રૂપ ધર્મ પણ કહેવાય છે. પૂર્વ કથિત કર્મભનિત પર્યાને આત્મા માની લે તેનું નામ વિપરીત શ્રદ્ધાન છે, તે વિપરીત શ્રદ્ધાન સમૂલ નષ્ટ જેનાથી થાય તે સમ્યગદર્શન; તેમજ તે કર્મજનિત પર્યાયથી ભિન્ન એવા શુદ્ધ ચિતન્ય સ્વરૂપને યથાવત્ જેનાથી જણાય-જાણવામાં આવે તે સમ્યગ્નજ્ઞાન, અને તેજ કર્મભનિત પર્યાયથી ઉદાસીનપણું થતાં નિજ સ્વરૂપ આત્મસ્વરૂપમાં સ્થિરીભૂત જેનાથી થવાય તે સમ્યગચારિત્ર કહેવાય છે. શુદ્ધજ્ઞાન સ્વરૂપ,જે મેહ અથવા ભરહિત આત્માના પરિણામ તે રૂપ પણ ધર્મ કહેવાય છે. આવા પ્રકારના ધર્મની પ્રાપ્તિ ન થવાથી ગયેલા અનંત કાળમાં, નિગદમાં અને વધારામાં સાત લાખ પૃથ્વીકાયમાં, સાત લાખ અજલ કાયમાં, સાત લાખ તેજ–અગ્નિ કાયમાં, સાત લાખ વાયુકાયમાં, પ્રત્યેક વનસ્પતિમાં દશ લાખ, ચિદ લાખ સાધારણ વનસ્પતિકાયમાં, બે ઇન્દ્રિ,