________________ યાત્રા 4 થી, (157) મા બહેન સમાન ગણવી અને પારકા ધનને મૃત્તિકા તુલ્ય ગણવું, આ બધાને નીતિ ધર્મ કહે છે. સર્વ જીએ એ આદરણીય છે. સર્વ ધર્મવાળાઓએ એ ધર્મને માન્ય કરેલ છે. કેઈ પણ ધર્મમાં તેને નિષેધ કરેલ નથી. એ અવશ્ય સમજવું. કહેવાતે આ નીતિ ધર્મ પણ તે આત્માને ઉચ્ચ સ્થિતિએ લઈ જવાનું અને આત્માના કલ્યાણ માર્ગનું પહેલું પગથીયું છે. આ પગથીયે ચડયા પછી પ્રભુની પૂજા ભક્તિ શાસ્ત્રોક્ત માર્ગે કરવી અને તપ વિગેરે બીજા ધર્મ કૃત્ય કરવાં, એ બીજું પગથીયું છે. જેમ રોગી માણસને વૈદ્ય પેહેલે શરીરના મળની શુદ્ધિ કરવા માટે જુલાબ આપે છે, પછી ઔષધ આપે છે, તેથી શુદ્ધ થયેલા દરદીને તે ઔષધ જલદી ફાયદો કરે છે–તેનું શરીર નીરોગી બને છે. તેવી રીતે છળકપટ પ્રમુખ મનના મલિન પરિણામ છે, તેમને દૂર કર્યા સિવાય બીજા ધર્મ કૃત્યે તે આત્માને ગુણકારી થતાં નથી. જેમ મલિન વસ્ત્ર ઉપર ચડાવેલ રંગ શોભતું નથી અને વિષમ ભીંત ઉપર રચેલું ચિત્ર સારું લાગતું નથી. તેમ મલિન મનવાળાને ધર્મ શોભતે નથી. ' હે ભદ્રાત્માઓ ! આ જગતમાં કેટલાએક પ્રભુની પૂજા ભક્તિ સારી રીતે કરે છે, અને ભક્ત કહેવાય છે, પરંતુ તેઓ પૈકીમાં વ્યવહારિક વર્તન, સત્યતા, પ્રમાણિકપણું વિગેરે કેઈકનું જ સારું હશે જેથી આત્મહિતની ઈચ્છા રાખનારે પ્રથમ શુદ્ધ વ્યવહાર રાખે એટલે ઉપર બતાવ્યા મુજબ વ્યવહારમાં નિષ્કલંક આચરણ રાખવું અને પછી ધર્મ કૃત્ય કરવાં. ભદ્ર! બીજે જે આત્મિક ધર્મ, તેની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે. જે આત્માને સ્વભાવ એટલે આ મૃત્તિકા રૂપ દેખાતા શરીરમાં શુદ્ધ સુવર્ણના જેવું આત્મતત્વ રહેલ છે તે. એ શુદ્ધ આત્મતત્ત્વ શાસ્ત્રમાં જે રીતે આ પુરૂષએ બતાવેલ છે તે પ્રમાણે જ્ઞાન સહિત શુદ્ધ ક્રિયા કરવાથી શુદ્ધ આત્મતત્ત્વ સાથે લાગેલી મૃત્તિકા રૂપ કર્મ પુદ્ગલે ભિન્ન ભિન્ન થઈ આત્મા શુદ્ધ કાંચનની માફક થાય છે. જન્મ મરણથી રહિત થઈ પરમાત્મા રૂપ બને છે તે આત્મિક ધર્મ કહેવાય છે. આજ પરમાત્માની ઓળખ કહેવાય છે. આ પ્રમાણે