________________ (156) આત્મતિ - - ભદ્ર! હવે તમે શુદ્ધ ગુરૂ કેને કહેવા તે સમજ્યા હશે? મહાત્માના મુખથી શુદ્ધ ગુરૂતરત્વનું સ્વરૂપ આ પ્રમાણે સાંભળી યુવક શોધકચંદ્ર અને સત્યચંદ્ર બંને અતિ આનંદ પામી ગયા. તેઓએ આનંદના આવેશમાં આવી આ પ્રમાણે સ્તુતિ કરી. “निःशंकीकृतशिष्याय निःसीमज्ञानसंपदे / पराभूतकषायाय श्रीमते गुरवे नमः " // 1 // પિતાના શિષ્યોને શંકારહિત કરનાર, ઘણી જ્ઞાનસંપત્તિવાળા, અને કષાયોને પરાભવ કરનાર શ્રી ગુરૂને નમસ્કાર છે.” 1 ' તે શ્રદ્ધાળુ યુવકના મુખની સ્તુતિ સાંભળી તે મહાત્માના હુદયમાં કઈ જાતનું માન ઉત્પન્ન થયું નહિ, કારણ કે તેઓ નિંદા અને સ્તુતિને સમાન ગણનારા હતા. તત્કાલ તેઓ પ્રસન્નતાથી બોલ્યા-ભદ્ર! હવે તમારા સમજવામાં દેવગુરૂનું સ્વરૂપ આવ્યું હશે ? તે બંને શ્રદ્ધાળુ યુવકે વિનયથી બોલ્યા. તે સ્વરૂપ અમે પૂર્ણ રીતે શ્રદ્ધાપૂર્વક સમજ્યા છીએ, હવે ધર્મ એટલે શું? તે સંક્ષેપ અને સરળતાથી સમજાવે. મહાત્મા પ્રસન્ન થઈને બોલ્યા-“ભદ્ર! એ ધર્મ શબ્દની વ્યાખ્યા સમજવા જેવી છે, તેથી પૂર્ણ ધ્યાન આપી શ્રવણ કરજે. દુર્ગતિમાં જતા જીવને ધારી રાખે તે ધર્મ કહેવાય છે. વળી ધર્મ શબ્દને અર્થ આ પ્રમાણે પણ છે-“વધુ ત ધો.એટલે વસ્તુને સ્વભાવ તે ધર્મ-દરેક વસ્તુના ગુણ સ્વભાવ તે દરેક વસ્તુને ધર્મ કહેવાય છે. લાકિકમાં ધર્મના બે પ્રકાર આ પ્રમાણે કહેવાય છે. 1 નૈતિક ધર્મ અને 2 આત્મિક ધર્મ. જે નીતિમાં વર્તવું, તે નૈતિક ધર્મ કહેવાય છે. સત્ય બેલવું, સત્ય ચાલવું, કોઈની સાથે કુડકપટ કે છળપ્રપંચ કર નહિ. સઘળા જ સરખા છે, જે વર્તનથી બીજા આપણું સાથે વર્તે અને જેવું આપણને દુઃખ થાય છે, એવું બીજા જેને પણ દુઃખ થાય છે. તેથી કેઈને પણ દુઃખ થાય, એવું વર્તન કરવું નહિ. કેઈની પાસેથી વધારે લેવું નહિ અને ઓછું આપવું નહિ. વેપારમાં ન્યાયથી ધન ઉપાર્જન કરવું, ચેરી કરવી નહિ. પરસ્ત્રીને