________________ (154) આત્મતિ, પિોતે શુદ્ધ માર્ગે વર્તતા ન હોય, તેઓ બીજાઓને શુદ્ધ માર્ગને ઉપદેશ શી રીતે બતાવી શકે? કદિ જે તેવાઓ શાસ્ત્ર વાંચીને ધર્મ માર્ગ બતાવે પણ તેમને ઉપદેશ કેઈને અસર કરી શકતું નથી. આ પ્રમાણે જેઓ સ્વાથ ઉપદેશ આપે છે, સંસારમાં રચ્યાપચ્યા રહે છે. તેઓ બીજાને સંસારને ત્યાગ શી રીતે કરાવી શકે, તેમજ બીજાઓને પાપાચારને પણ ત્યાગ શી રીતે કરાવી શકે, તેમ ન થાય તે ગુરૂ શી રીતે કહેવાય? - જે સાધુ નામ ધારણ કરી પૈસા રાખે છે, તે બ્રહ્મચર્યવાન ભાગ્યેજ હોઈ શકે? કારણકે પાંચ ઇન્દ્રિમાં રસના ઇદ્રિય જીતવી કઠિન છે, તેના કરતાં પણ કામ ઈંદ્રિય જીતવી કઠણ છે. એ રસના અને કામઇન્દ્રિયને પુષ્ટિ આપનાર પિસે છે. ઉત્તમ સાધુઓ-ત્યાગીએ-શુદ્ધ ગુરૂઓ તે ઇંદ્રિયોને વશ કરવા સારૂ હમેશાં તપસ્યા કરે છે. અને ઘી, દુધ, દહીં વગેરે માદક વસ્તુઓને ઉપભેગ કરતા નથી, કારણ કે તેવા પદાર્થોને ત્યાગ નહિ કરવાથી વિકાર ઉત્પન્ન થાય છે, અને તેથી ઇન્દ્રિયે વશમાં રહી શકતી નથી તે જે સાધુ થઈને પૈસા રાખે છે, અને મિષ્ટાન્ન ભેજને લે છે, તેવા ભેજનથી તેઓ ઇંદ્રિયના વિકારને વશ થઈ જાય છે, તેમાં નવાઈ શું? વળી પૈસાના લેભથી સ્ત્રી સેવનાદિ તેમજ બીજા પણ અનેક અનર્થના પ્રસંગે પ્રાપ્ત થાય છે, તેથી શુદ્ધ ગુરૂઓ કંચન કામિનીના ત્યાગી અને પદ્રિ ને જિતનારા હેવા જોઈએ. કંચન અને કામિનીને ત્યાગ એ ગુણે ગુરૂઓમાં મુખ્ય રીતે લેવા જોઈએ, તેને માટે કહ્યું છે કે" यैस्त्यज्यते दारपरिग्रहादि स कथ्यते सत्यमुनिर्महात्मा"। જે સ્ત્રી અને પરિગ્રહ વગેરેને ત્યાગ કરે છે, તે ખરેખર મહાત્મા મુનિ કહેવાય છે.” જે ગુરૂ કંચન કામિનીના ત્યાગી નથી તેઓ આ સંસારમાં ડુબેલા છે, અને તેવા પત્થરના નાવ સમાન પિતે ડૂબે છે અને બીજાને ડૂબાડે છે. તેવા ગુરૂઓને વંદન કરવાથી પણ પાપ લાગે છે. જેથી તેવાએ જે હોય તે ધર્મગુરૂ-શુદ્ધગુરૂ હોઈ શકતા નથી. - જે ગુરૂએ પૈસા રાખે, મિષ્ટાન્ન ભોજન કરે, મોજમજા ઉડાવે તેઓ સ્ત્રીથી શી રીતે બચી શકે ? તેવા ગુરૂએ બ્રહ્મચર્ય પાળે એ