________________ યાત્રા 4 થી, ( 11 ) ભાવાર્થ-૧ (વદ) વસ્તિ-જે બ્રહ્મચારી સાધુ હોય તે સ્ત્રી, પશુ, પંડક સંયુક્ત જે વસ્તિ હોય ત્યાં ન રહે. તેમાં પ્રથમ સ્ત્રી બે પ્રકારની છે, એક દેવી, બીજી “માનુષી” મનુષ્યનું તે બંનેના બબે ભેદ છે, એક અસલ, બીજી તેની મૂર્તિ કે ચિત્રામની મૂર્તિ. આ બંને પ્રકારની સ્ત્રી ન હોય તે વસ્તીમાં રહે, તથા પશુ જે તિર્યંચણી, ગાય, કૂતરી, પાડી, ઘડી, બકરી, ઘેટી, પ્રમુખ જે વ. સ્તિમાં નહિ રહેતી હોય ત્યાં રહે; તથા પંડક-નપુંસક, ત્રીજા વેદવાળા, અત્યંત મેહમય કામ કરનારા, સ્ત્રી અને પુરૂષ બંનેની સાથે વિષયના અભિલાષી જે વસ્તિમાં રહેતા હોય ત્યાં બ્રહ્મચારી ન રહે કારણ કે આ ત્રણે સંયુક્ત વસ્તિમાં રહેતાં થકાં તેઓની કામવિકારની ચેષ્ટા દેખવાથી, બ્રહ્મચારીના મનમાં વિકાર ઉત્પન્ન થવાથી બ્રહ્મચર્યને બાધા થાય છે. જેમ ઉંદર તેમજ બિલાડી એક ગામમાં રહે તે ઉંદરને સુખ નહિ. તેમજ આ ત્રણે સંયુક્ત વસ્તિમાં રહેવાથી શીલવાને શિયલમાં ઉપદ્રવ થાય. આ પ્રથમ બ્રહ્મચર્ય ગુપ્તિ. (6) કથા-કેવલ સ્ત્રીઓનેજ, તથા એકલી સ્ત્રીને ધર્મ દેશના વચનના પ્રબોધરૂપ કથા ન કહે, તથા સ્ત્રીની કથા ન કરે, એ યથા ટી સુતોષવાર ચતુરા, ત્રાટ વિથ પ્રિયા | ઇત્યાદિ કથા ન કરે, કારણકે આ કથા રાગ ઉત્પન્ન કરવાને હેતુ છે. તથા સ્ત્રીના, દેશ, જાતી, કુળ, વેષ, ભાષા, ગતિ, વિશ્વમ, ઇગિત, હાસ્ય, લીલા, કટાક્ષ, સ્નેહ, રતિ, કલહ, શૃંગાર ઈત્યાદિ જે વિષય રસની પિષણ કરનારી કામિનીની કથા તે કદી ન કરે, જે કરે તે અવશ્ય મુનિનું મન પણ વિકાર પામે. આ બીજી બ્રહ્મચર્યની ગુપ્તિ. 3 (નિરિક્સ) આસન–સ્ત્રીઓની સાથે એક આસન પર ન બેસવું, તથા જે જગા અથવા આસનથી સ્ત્રી ઉઠી હોય તે આસન અથવા સ્થાનમાં બે ઘડી સુધી સાધુ ન બેસે, કારણ કે તે જગ્યામાં તત્કાળ બેસવાથી સ્ત્રીની સ્મૃતિ થાય છે, તેમજ સ્ત્રીના બેસવાથી શય્યા અથવા આસન, મેલથી મલિન થવાથી સ્ત્રીના સ્પર્શવાળા આસનદિના સ્પર્શથી વિકાર ઉત્પન્ન થાય છે. આ ત્રીજી બ્રહ્મચર્યગુપ્તિ. 4. (હેરિ) ઇદ્રિય –અવિવેકી લેકેને દેખવા ગ્ય સ્ત્રીઓના 1 અંતર અને બાહ્ય-માનસ તથા શરીર, હાવભાવાદિ ચેષ્ટિત.