________________ યાત્રા 4 થી, (149). ભાવાર્થ –દિવ્ય (દેવતાના) વૈક્રિય શરીર સંબંધી જે કામગ, તથા ઔદારિક (તિર્યચ, મનુષ્યના) શરીર સંબંધી જે કામગ, અર્થાત્ વૈકિય તેમજ દારિક એ બંને શરીરની સાથે વિષય સેવન કરવું, તેમજ બીજાઓને સેવન કરાવવા, તેમજ વિષય સેવન જે કરે તેને અનુમતિ આપવી, આ છે ભેદ મનથી, વચનથી, તેમજ કાયાથી એ રીતે અઢાર પ્રકારથી મૈથુન સેવનને જે ત્યાગ તેને બ્રહ્મચર્યવ્રત કહીયે છીએ. હવે પાંચમું મહાવ્રત લખીયે છીએ. सर्वभावेषु मूर्छाया, स्त्यागः स्यादपरिग्रहः // यदि सत्स्वपि जायेत, मूर्छया चित्तविप्लवः // 7 // ભાવાર્થ–સંપૂર્ણ જે સારા ભાવ પદાર્થ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ, તેને વિષે જે મૂછ–મમત્વભાવ-મેહ, તેને જે ત્યાગ, તે અપરિગ્રહવ્રત કહીયે. જેની પાસે પિતાના શરીર વિના બીજી કોઈ વસ્તુ નથી તેને પણ નિષ્પરિગ્રહપણું છે એમ ન કહીયે, પરંતુ જેને, સર્વ વસ્તુઓ ઉપરથી મૂછમમત્વ-મેહ ગયેલ હોય તેને જ નિષ્પરિગ્રહી કહીયે, કારણકે જેની પાસે વસ્તુ કેઈ નથી, પરંતુ નથી એવી વસ્તુની ચાહના જેને લાગી રહી છે તે ત્યાગી નહિ. જે જ્ઞાન દ્વારા મૂછ ત્યાગ્યા વિના ત્યાગી થવાતું હોય તે તિર્યચે પણ ત્યાગી થવા જોઈએ. સબબ જે પુરૂષ મમત્વરહિત છે તે નિષ્પરિગ્રહી છે પછી તેની પાસે ધર્મસાધન કરવાના કેટલાએક ઉપકરણ પણ છે તે પણ મૂછના અભાવથી તે પરિગ્રહ નથી. ' હવે દશ પ્રકારે શ્રમણ ધર્મ લખીયે છીએ. અતઃ खंतिय मदवज्जव, मुत्तीतव संजमेय बोधव्वा // ___सचं सोयं आकिंचणं, च बंभं च जइधम्मो // 1 // ખંતિ ક્ષમા)-કદાપિ સામર્થ્ય હોય અથવા ન હોય તે પણ બીજાનાં દુવર્ચન સહન કરવાના પરિણામ–મવૃત્તિ, તેનું નામ ક્ષમા છે, અર્થાત્ સર્વથા કેને ત્યાગ, તે ક્ષમા. (2) માર્દવ-કમળપણું– અહંકાર રહિતપણું, એ જે ભાવ, અથવા કર્મ તે માવ, નમ્ર થઈ અભિમાનને ત્યાગ કરે તે. (3) આર્જવમન વચન કાયાથી