________________ તે તેની કોઈ ના કિમતી (148). આત્મોન્નતિ. હવે ત્રીજું મહાવત લખિયે છીયે. अनादानमदत्तस्या, अस्तेयव्रतमुदीरितं // बाह्याः प्राणानृणामों, हरता तं हताहि ते // 5 // ભાવાર્થઅદત્ત-માલેકના આપ્યા વિના લઈ લેવું તેને જે નિયમ તે અસ્તેય વ્રત કહિયે. નામાંતર અરીવ્રત. અદત્તાદાન ચાર પ્રકારનું છે. (1) જે વસ્તુ સાધુને લેવા ગ્યા છેજેમકે અચિત્ત-જીવ રહિત વસ્તુ, તૃણ, કાષ્ટ, પાષાણુદિ, તે તેના સ્વામિના પૂછ્યા વિના લઈ લેવી, તે સ્વામિ અદત્ત. (2) તથા જેમ કે ઘેટું, બકરી, ગાય પ્રમુખ જીવ, જેને સ્વામી બીજા હિંસક જીવને તેની કિંમત લઈ આપે, અથવા કિમત વિના આપે, અને લેનારે આપેલી વસ્તુ લીધી છે, પરંતુ તે જીવે પિતાનું શરીર આપેલું નથી તે હેતુથી જીવ અદત્ત. (3) તથા આધાકર્માદિ આહાર પ્રમુખ જે જે વસ્તુ, અચિત જીવ રહિત પણ છે, અને આપેલી પણ તે વસ્તુના સ્વામી એજ છે, પરંતુ તીર્થકર ભગવતે નિષેધ કરી છે. પછી જે સાધુ તે વસ્તુને ગૃહણ કરે તે તીર્થંકર અદત્ત. (4) તથા જે વસ્તુ નિર્દોષ છે, જેમકે વસ્ત્ર આહારાદિ, અને તે વસ્તુના સ્વામીએ તે આપેલી છે, તેમજ તીર્થંકર ભગવતે પણ તેને નિષેધ કરેલ નથી, તથાપિ ગુરૂની આજ્ઞા વિના તે વસ્તુને જે સાધુ લહે તે ગુરૂ અદત્ત. આ વ્રતમાં આ ચારે પ્રકારનું અદત્ત ન લેવું. જેટલાં વ્રત, નિયમ છે, તે સર્વે અહિંસા વ્રતની રક્ષા વાતે વાડ સમાન છે. આ ત્રીજા વ્રતના પાલનથી, અહિંસા વતની રક્ષા થાય છે, અને જે ત્રીજું વ્રત ન પાલે તે અહિંસા વ્રતને દૂષણ લાગે છે, કારણ એ છે કે લક્ષ્મી જે છે તે મનુષ્યના બાહ્ય પ્રાણ છે. જ્યારે મનુષ્ય કેઈની ચેરી કરે છે, ત્યારે નિશ્ચયથી તે તેના પ્રાણને જ નાશ કરે છે. તે કારણથી ચેરી કરવી તે મહા પાપ છે. સર્વ ચેરીને જે ત્યાગ, તેનું જ નામ ત્રીજું અદત્તાદાન ત્યાગરૂપ મહાવ્રત છે. હવે ચેથા મહાવતનું સ્વરૂપ લખીયે છીએ. दिव्यौदारिककामानां, कृतानुमतिकारितैः // मनोवाकाय तस्त्यागो, ब्रह्माष्टादशधा मतम् // 6 //