________________ યાત્રા 4 થી, (147). વચન બોલવું), (3) અસ્તેય (સાધુને ઉચિત, આપ્યા વિના વસ્તુ ન લેવી તે), (4) બ્રહ્મચર્ય પાળવું, (5) સર્વ પરિગ્રહને ત્યાગ. એ પાંચ મહાવ્રત છે, તથા આ પાંચ મહાવ્રતોમાં અકેક મહાવ્રતની પાંચ પાંચ ભાવના છે. સાધુ આ પાંચ મહાવ્રત, તથા પચીશ ભાવના, મેક્ષને વાસ્તે પાળે. આ પાંચ મહાવ્રતમાંથી પ્રથમ મહાવ્રતનું સ્વરૂપ લખિયે છીએ. न यत् प्रमादयोगेन, जीवितव्यपरोपणं // त्रसानां स्थावराणां च, तदहिंसाव्रतं मतं // 3 // ભાવાર્થ-ત્રસ, (દ્વાદ્રિયાદિ) અને સ્થાવર, (પૃથ્વીકાય, અપૂ કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય) આ સર્વ જેને પ્રમાદવશ થઈ મારે નહિ. પ્રમાદનાં લક્ષણે –રાગ, દ્વેષ, અસાવધાનપણું, અજ્ઞાન, મન વચન કાયાનું ચંચલપણું, ધર્મને વિષે અનાદર ઈત્યાદિ. પ્રમાદને વશ થઈ જે પ્રાણાતિપાત કરે, તેને જે ત્યાગ, તેનું નામ અહિંસાવૃત છે. બીજા મહાવ્રતનું સ્વરૂપ લખીએ છીએ. प्रियं पथ्यं वचस्तथ्यं, सूनृतव्रतमुच्यते // तत्तथ्यमपिनो तथ्यमप्रियं चाहितं च यत् // 4 // ભાવાર્થ-જે વચન સાંભળવાથી બીજા જીવ હર્ષ પામે, તે વચનને પ્રિય વચન કહીયે, તથા જે વચન છને પચ્ચકારી હોય, પરિણામ સુંદર હોય, અર્થાત્ જે વચનથી જીવને ભવિષ્યમાં બહુજ સારૂં થાય તથા જે વચન સત્ય હાય, એવું જે વચન બોલવું તે સૂકૃત વ્રત કહીયે, અને જે વચન અપ્રિય તથા અહિતકારી હોય તે સત્ય હોય તે પણ સત્ય નથી. આ વ્રત વિષે કાંઈક વિશેષ લખીયે છીયે. જે વચન વ્યવહારમાં ભલે સત્ય જ હોય, પરંતુ તે જે બીજા જીવને દુઃખકારક હોય તે તે વચન સાધુ ન બેલે. જેમ કે કાણાને કાણે કહે, ચિરને ચાર કહે, કુછીને કુછી કહે, ઈત્યાદિ, વળી જે વચન જેને ભવિષ્યમાં અનર્થકારક હોય તે પણ વસુ રાજાની પેઠે બોલે નહિ. જે આ બંને વચને બેલે તે સાધુને સૂકૃત વ્રતમાં કલંક લાગી જાય, કારણ કે આ બંને વચને અસત્યમાંજ ગણેલાં છે.