________________ યાત્રા 4 થી, (145) - ભદ્ર ! ઉપર જણાવેલા લક્ષણવાળા, અઢાર દુષણ રહિત જે હોય તેમને દેવ તરિકે માનવા, સિવાયનાને દેવ માનવા તે ગ્ય નથી. ભગવાન-દેવની ગ્યતા તેમના ચરિત્રે ઉપરથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે. ભદ્ર ! શોધકચંદ્ર અને સત્યચંદ્ર, પ્રથમ બતાવેલ લક્ષણવાળા અને અઢાર દુષણ રહિત જે હેય તેને દેવ કહેવાય છે પછી તે ગમે તે હાય; તેને માટે જૈનના એક નિષ્પક્ષપાત અને સમભાવી મહાન પંડિતે કહ્યું છે કે भवबीजांकुरजनना, रागाद्याः क्षयमुपागता यस्य / बह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तमै॥ 1 // ભાવાર્થ–સંસારરૂપી (જન્મ, જરા મરણ-કર્મ રૂપી) બીજ અંકુર જેનાથી ઉત્પન્ન થાય છે એવા રાગદ્વેષ અને મેહ જેના ક્ષય પામેલા છે એવા બ્રહ્મા, વિષ્ણુ, શંકર, જિન ગમે તે હોય તેને નમસ્કાર છે. જેથી જૈનદર્શને આવા દેવને દેવ કહે છે, અને તેજ શુદ્ધ દેવ કહેવાય છે. મહાત્માનાં આ વચને સાંભળી શ્રાવક શોધચંદ્ર અને સત્યચંદ્ર હૃદયમાં અતિ આનંદિત બની ગયા. ભગવાન્ જિનેશ્વર શુદ્ધ દેવનું નિર્દોષ ચરિત્ર તેમની ભાવનામાં આરૂઢ થઈ ગયું, અને તેમની આસ્તિકતાને શુદ્ધ પ્રવાહ વહન થવા લાગ્યું. તત્કાળ તેમણે નીચેના પદ્યથી ભગવાન્ વિતરાગ પ્રભુની સ્તુતિ કરી. " अष्टादशमहादोष, रहितायामलात्मने // નિતાને નિંદ્રા, નમઃ વયાપારિજે” | અઢાર મહાદોષથી રહિત, નિર્મળ આત્માવાળા, મનને સિસ નારા અને કલ્યાણ કરનારા એવા શ્રી જિનેન્દ્ર દેવને નમસ્કાર છે.” 1. આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી તે ધર્મવીરેએ મહાત્માને નમન કરી આ પ્રમાણે પ્રશ્ન કર્યો. ભગવન્! શુદ્ધ દેવનું સ્વરૂપ અમારા જાણવામાં આવ્યું. હવે ગુરૂતત્ત્વનું સ્વરૂપ સાંભળવાની અમારી ઈચ્છા છે જેથી કૃપા કરી સંભળાવશે..