________________ (14) આત્મોન્નતિ, ટલે જે કાળને છેડે નથી તે કાળે થયેલા અને આવતા કાળે જે પર્યાયભાવ થવાના છે, તે સર્વે એકી વખતે જાણી શકે એવું જ્ઞાન તેમને પ્રાપ્ત થયેલું છે-અર્થાત્ તેમનામાં આત્માની અનંતવીર્ય શક્તિ પણ પ્રાપ્ત થઈ છે. આત્માના સમસ્ત ગુણ પ્રાપ્ત થયા છે, તે પ્રભાવને લઈને જ તેઓના છેલ્લા ભવમાં દેવતાઓ તેમને માટે સુંદર સમવસરણની રચના કરે છે. જે રચના સ્ફટિક રત્નમય બને છે. તેની આસપાસ ત્રણ ગઢ રચવામાં આવે છે. તેમાં ત્રીજા ગઢની અંદર એક પ્રકાશમય સિંહાસન બનાવે છે. તે સિંહાસન ઉપર બેસીને એવા તે દેવ શ્રી ભગવાન ધર્મદેશના આપે છે, તે સમયને માટે વિદ્વાને તેમની આ પ્રમાણે સ્તુતિ કરે છે– જાતિ. " समवसरणगतवपुषं घनसमगंभीर घोषतो मधुरात् // उपदेशामृत धारां वर्षतं श्री जिनांबुदं स्तौमि // 1 // સમવસરણમાં રહેલા, અને મેઘના જેવા ગંભીર અને મધુર ધ્વનિથી દેશનારૂપ અમૃતની ધારાને વર્ષાવતા એવા જિન ભગવાન રૂપ મેઘને હું સ્તવું છું. 1" પ્રભુ દેશના દે છે તેમાં તેમને કઈ પણ પ્રકારને સ્વાર્થ નથી; જ્યાં સ્વાર્થને જરા પણ અંશ આવે ત્યાં ધર્મ હેતે નથી. સ્વાર્થ અને ધર્મના વિરૂપની વચ્ચે ઘણું અંતર છે. જ્યાં સ્વાથી ઉપદેશ આપવામાં આવે છે, ત્યાં શ્રાતાનું ધ્યાન એકાગ્ર થતું નથી. સ્વાર્થી ઉપદેશકને ઉપદેશ શ્રેતાઓને લાભકારી થતું નથી. શ્રેતાના આ સ્તિક હૃદય ઉપર સ્વાર્થી ઉપદેશની જરા પણ અસર થતી નથી. શ્રીજિનંદ્ર ભગવાન કે જેઓ અઢાર પ્રકારના દૂષણોથી રહિત છે, તેથી તેમનામાં શ્રીવીતરાગ દશા પ્રગટી છે. તેમને કોઈ પણ વસ્તુ ઉપર રાગદ્વેષ રહ્યું નથી. કેવળ જગના એને તારવા માટે પૃથ્વીપર વિચરી ધર્મોપદેશ આપે છે, તેથી શ્રોતાજનેનું અવશ્ય કલ્યાણ થાય છે. આવા દેવ તે દશામાંથી મુક્ત થઈ મેક્ષમાં જાય છે, જ્યારે તે સિદ્ધ-બ્રહ્મ પરમાત્મા, તિર્મય, ચિદાનંદ, નિરંજન, નિરાકાર વિગેરે નામથી ઓળખાય છે,