________________ યાત્રા 4 થી. ( 143 ) આ જગતમાં જેટલા પદાર્થો છે, (જડ અને ચેતન) તે બધાએમાં જે અપ્રિય લાગે છે, તે તરફ ઠેષ ઉત્પન્ન થાય છે. જે વસ્તુ પારકી છે, પરવસ્તુ છે, તે ઉપર દ્વેષ થવાથી કર્મના બંધનેજ લાભ થાય છે. તેથી જે જે વસ્તુના જે જે ધર્મ છે. તે જાણી લેવા જોઈએ. પછી જે જે અવસરે જે જે વસ્તુ જોઈએ તે ગ્રહણ કરવી. તેમાં રાગ દ્વેષ કરે નહિ. દ્વેષથી તેને ગ્રહણ કરવાથી અવશ્ય કર્મને બંધ થાય છે, તે સિવાય બીજું કાંઈ પણ લાભ થતું નથી. આવું વિચારીને જ ભગવાન તીર્થંકર મહારાજાઓએ અને બીજા મહાત્મા મુનિવરોએ તે દ્વેષને ત્યાગ કર્યો હતો. અને તેથી જ તેઓ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી એક્ષપદને પામ્યા હતા. તે ઉપરથી બીજા ભવ્ય આત્માઓએ પણ દ્વેષને સર્વથા ત્યાગ કરે જોઈએ. તે દ્વેષને ત્યાગ કરવામાં આ પ્રમાણે વર્તવાથી સમભાવ દશા પ્રાપ્ત થાય છે. એ દશામાં ખાવાપીવાની, પહેરવા ઓઢવાની, સુવા પાથરવાની કે બીજા કોઈ ઉપયોગની વસ્તુ પ્રતિકૂલ મળે અથવા અનુકૂળ મળે તે પણ તેમાં રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી. તેવી દશાને પામેલે માણસ તેમાં કર્મને જ વિચાર કરે છે. કેઈ કાંઈ લઈ જાય, કોઈ મારી જાય, ત્યારે પણ કર્મને વિચાર કરે. જે કાંઈ ઉપદ્રવ રૂપ બને છે, તે પૂર્વના પુણ્ય કર્મની ખામીને લીધે છે અને જે કાંઈ સારૂં-શુભ બને છે, તે પૂર્વના પુણ્યની પૂર્ણતાને લીધે છે. એવા વિચારથી સમજાય છે કે, કેઈ જીવ ઉપર દ્વેષ કરે તે નકામે છે. એમ વિચારી સમભાવ દશા ધારણ કરવી કે જેથી શ્રેષને અંશ પણ જાગ્રત થાય નહિ. એ પ્રવૃત્તિને લઈને કર્મની સત્તા, બંધ અને ઉદય-એ ત્રણ પ્રકારને નાશ કરે, જેથી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે. “ભદ્ર શેધકચંદ્ર અને સત્યચંદ્ર, આ પ્રમાણે અઢાર દેષથી જે રહિત છે તે સુદેવ કહેવાય છે. એવા અઢાર દુષણ જેણે ત્યાગેલા છે, તેમનામાં આત્માના સંપૂર્ણ ગુણો ઉત્પન્ન થયેલા છે. તેથી કરીને તેઓ આ ત્રણ જગના ભાવેને એક સમયમાં જાણી શકે છે એવી શક્તિ પ્રાપ્ત થઈ છે. જેમાં એક એક દ્રવ્યને વિષે સમય સમય અનંતાપર્યાય પરાવર્તમાન થઈ રહ્યા છે અને કાળ-અનાદી એ