________________ (૧૪ર) આત્મતિ આ રાગની વિટંબના છે. જે વસ્તુ ખાવાથી શરીરને ઉપાધિ થાય છે, અને ધર્મથી ભ્રષ્ટ થવાય છે, છતાં તે રાગને લઇને તે વસ્તુ ખાય છે. અને કઈ કઈ વાર તેનાથી મરી પણ જાય છે. ધનના રાગથી માણસને લેભ ઉત્પન્ન થાય છે. જે લેભ ગમે તેટલા પૈસા મળે તે પણ શાંત થતું નથી. રાગ અસંતોષને પણ ઉત્પન્ન કરે છે અને તે અસંતેષથી પછી અનેક જાતની વિટંબના ભોગવે છે. અસંતોષના પ્રભાવથી વેપારના સાહસિક કામ કરવા તત્પર થવાય છે અને તેવા પ્રચંડ લેભથી મેટું દીવાળું પણ વખતે કાઢવું પડે છે, જેનાથી પ્રતિષ્ઠાની મેટી હાનિ થાય છે. અને કુળની પરંપરા કલકિત બની જાય છે. સર્વના રાગ કરતાં ધનને રાગ ઘણે ભયંકર છે. ધનના રાગથી માણસ પિતાના પ્રિય સંબંધીઓના પણ પ્રાણ હરવા તૈયાર થાય છે. આ રાગની કેવી વિષમ દશા છે? તે સિવાય બીજા મહા પાપ કરવાને તે ઉદ્યત થાય છે. કેટલાએક ગૃહસ્થપણું છેને દીક્ષા લે છે, પણ જે જડ પદાર્થ ઉપરથી તેમને રાગ ગયે ન હોય તે પાછા સાધુના વેષમાં પણ ગૃહસ્થના જેવી પ્રવૃત્તિ કરે છે. ગૃહસ્થની જેમ ધન મેળવે છે, છેકરાના રાગની જેમ ચેલા કરવાને રાગ રાખે છે. આવા વર્તનથી તે સંયમથી ભ્રષ્ટ થાય છે. તેઓ આત્મભાવમાં વર્તતા નથી. અને તેમને શાસને બોધ પણ નકામો થાય છે. 18. શ્રેષ–આ દૂષણની પ્રવૃત્તિ જગતમાં નિંદવા ગ્ય છે. તે શ્રેષના કેધ અને માન–એ બે પુત્ર કહેવાય છે. કેપ કરવાથી શરીરમાં ભારે ફેરફાર થઈ જાય છે. ચારે તરફ રતાશ આવી જાય છે. કંપારે ચાલે છે. છાતીમાં ગભરાટ થઈ આવે છે. લેહી શરીરમાંથી ઉછળી જાય છે. અને તેથી શરીર સુકાઈ જાય છે. વળી ક્રોધી માણસ ઉપર કઈ પણ વિશ્વાસ રાખતું નથી. તેની સાથે કઈ જાતને વ્યવહાર કે સંબંધ જોડવાની કઈ ઈચ્છા કરતું નથી. કેધી માણસથી દૂર રહેવા સર્વ ચાહે છે. કેબીના સંગથી બીજાને હાનિ થાય છે, એટલું જ નહિ પણ તેને પિતાને પણ હાનિ થાય છે. કેધના આવે. શમાં માણસ આત્મઘાત પણ કરવા તત્પર બને છે. આ ક્ષેધ એ દ્વેષને પુત્ર છે. તેનું અંગ છે.