________________ યાત્રા 4 થી. (14) છે કે, “ભવ્ય મનુષ્ય એ પાંચ અદ્યતેને સર્વથા ત્યાગ કરે જેઈએ. કદિ સર્વ પ્રકારે તેને ત્યાગ ન થઈ શકે તે તેને દેશથી ત્યાગ કરે જઈએ. શ્રાવકના બાર વતે ધારણ કરવાથી તેને દેશથી ત્યાગ થાય છે. અહિં વ્રતને અર્થ વિરતિપણું–પ્રતિજ્ઞા થાય છે. તેમ કરવાથી તેની ઈચ્છાઓને નિરોધ થાય છે અને તેમ ન કરવાથી તેની ઈચ્છાઓ હમેશાં થયા કરે છે. અને ઈચ્છાથી કર્મના બંધ થયા કરે છે. 17. રાગ-રાગને અર્થ પ્રીતિ અથવા આસક્તિ થાય છે. માયા અને લેભ એ રાગના અંગ છે. રાગ પરિણતિ જીવને અનાદિકાળની છે. ધન ઉપર રાગ, કુટુંબ ઉપર રાગ, સ્ત્રી ઉપર રાગ, સ્વજન ઉપર રાગ, અને ઘર, હાટ, બાગ બગીચા વગેરે વસ્તુ ઉપર રાગ સર્વદા થયા કરે છે. એ રાગ મળેલી વસ્તુ ઉપર થાય છે અને નહિ મળેલી વસ્તુ ઉપર પણ થાય છે. જોયેલી અને નહિ જોયેલી વસ્તુ ઉપર, તેમજ સાંભળેલી કે વાંચેલી વસ્તુ ઉપર પણ રાગ થાય છે. એવી રીતે રાગદશા અનેક પ્રકારે રહેલી છે. એ રાગદશાના પ્રભાવથીજ અનેક સંસાર વૃદ્ધિના સમયે મળે છે. અને તેનાથી વિપરીત ખરાબ સંગને લઈને પાછો ઠેષ જાગ્રત થઈ આવે છે. પર વસ્તુ ઉપર રાગ થવાના કારણથી જ જીવ અનાદિ કાળને રેળાય છે અને તેથી તેને અનેક જન્મ-મરણ કરવા પડે છે. આ સંસારમાં જે જે કર્મ બંધ થાય છે તે રાગ દ્વેષથીજ થાય છે. જ્યાં રાગ હોય ત્યાં શ્રેષને સંભવ અવશ્ય થાય છે. જે વસ્તુને રાગથી પોતાની માની હોય તે વસ્તુ જે કઈ બીજે લઈ જાય તે તત્કાળ તેની પર દ્વેષ ઉત્પન્ન થાય છે. કદિ દ્વેષને શમાવવાને ઉપાય છે, પણ રાગને શમાવવાને ઉપાય ઘણેજ દુર્ઘટ છે. રાગને શમાવનાર તે કઈ શાંત મૂતિ મહાત્માજ હોય છે. પુદ્ગલ-જડ પદાર્થ ઉપર રાગ કરવાથી આત્માના ગુણ મેળવવા પ્રયાસ થતું નથી તેથી તેના ગુણે જે જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, તે પણ પ્રાપ્ત થતા નથી. જીવ રાગને વશ થઈ લજજાને ત્યાગ કરી નિલજજ કામ કરે છે. કુલીન માણસ ધનવાન, સારા કુટુંબવાળા અને રૂપવતી સ્ત્રીથી યુક્ત હોય, છતાં નીચ જાતિની સ્ત્રી સાથે રાગથી સંબંધ કરે છે.