________________ (140) આત્માન્નતિ - તે અવ્રત સેવવાથી નિમિત્ત ભૂત પચંદ્રિયના તેવીશ વિષે તથા મનની ચપળતા સર્વદા રહ્યા કરે છે. જ્યાં સુધી પાંચ ઈદ્રિ અને મન મુક્ત-છુટા રહે છે, ત્યાં સુધી કામના બની રહે છે અને છેકાયની હિંસાના કારણભૂત થાય છે. એ વિષયે આ લેક તથા પર લેક-બનેમાં દુઃખના આપનારા છે. પરજીવની હિંસા કરવી ઈજા કરવી, એ મહાપાપનું કારણ છે. જેમ કે આપણા શરીરમાં માત્ર સોય મારે તે આપણને કેવી પીડા થાય છે? એ પીડાને સર્વને અનુભવ છે, તેવી રીતે બીજા જીવને મારવાથી તેવી જ પીડા થાય છે. એ દુખ આપવાને બદલો અવશ્ય ભેગવા જ પડે છે. કદિ આ ભવમાં નહિ તે પરભવમાં તે તે અવશ્ય ભોગવ પડે છે. જેને આપણે પીડીએ, તેનાથી જ આપણે પીડાવું પડે છે, તેથી કઈ જીવને પીડા કરવી નહિ. તેમજ મારે નહિ. મૃષાવાદનું અત્રત પણ અત્યંત નઠારું છે. જુઠું બોલવાથી પણ બીજાને દુઃખ થાય છે. અદત્તાદાનનું અવત આચરવાથી જેનું ધન કે કઈ વસ્તુ ચેરાય છે, તેના દુઃખને પાર રહેતું નથી. દરેક મનુષ્યથી હાનિ સહન થઈ શકતી નથી. કદિ કેટીપતિ હોય પણ તે ધન કે વસ્તુની હાનિ થતાં અતિ ચિંતાતુર બની જાય છે. અબ્રહ્મઅગ્રત એ પણ મહાપાપનું કારણ છે. પરસ્ત્રીની સાથે મૈથુન કરવાથી તેના પતિને તથા તેણના માતાપિતાને ભારે દુઃખ થઈ પડે છે. અને પ્રતિષ્ઠાની મેટી હાનિ થાય છે. કદિ સ્વસ્ત્રી હોય તે પણ તેણીની સાથે ભેગા કરવાથી નિની અંદર રહેલા અસંખ્ય સંમૂછિમ જીવ હણાય છે, તેથી તેમાં પણ પાપ છે તે પછી પરસ્ત્રીમાં શું કહેવું? પરિગ્રહ-અવતથી ધન મેળવવાની તૃષ્ણ વધે છે અને તેને અંગે લુચ્ચાઈ ઠગાઈ અને અનેક જાતના છળકપટ કરવા પડે છે, તેથી પાપને મોટે પુંજ એકઠો થાય છે અને પરિણામે અનેક જાતના દુઃખ ભેગવવા પડે છે. આ બધા પરિગ્રહની મૂછના ફળ છે. આ પાંચ-અવતે એવી રીતે ગેઠવાએલા છે કે, એક એકને સેવતાં બીજું સેવાઈ જાય છે. તેથી જ્ઞાની મહાત્માએ એ પાંચે અવતાને ત્યાગ કરે કહે છે. અને તેને માટે ઉપદેશ આપે