________________ યાત્રા 4 થી, (19) 3. પ્રચલા-બેઠા બેઠા તથા ઉભા ઉભા જીવને જે નિદ્રા આવે તેને કહે છે. 4. પ્રચલા પ્રચલા–ચાલતા ચાલતા જીવને જે નિદ્રા આવે તેને કહે છે. આ નિદ્રા ઘડાને હોય છે અને તેથી તે ચાલતે ચાલતે ઉઘે છે. તેવી રીતે કેટલાએક માણસેમાં પણ એ નિદ્રા દેખાય છે. ઘણુઓ ઉંઘમાં ઘેરાએલા ચાલે છે. 5. ત્યાદ્ધિ નિદ્રા–આ નિદ્રામાં છવ કેટલાએક કાર્ય કરે છે પણ તેને તેનું ભાન રહેતું નથી જ્યારે આ નિદ્રા જીવને હોય છે, તે વખતે તેનામાં વાસુદેવના બળથી અડધું બળ હોય છે. આ પાંચ નિદ્રાને ત્યાગ થાય ત્યારે મેક્ષે જવાય છે. જે નિદ્રા આવવામાં સુખ માનવામાં આવે છે, તે અજ્ઞાન છે, તેવું સુખ માનવા લાયક નથી. એવા સુખને માનવાથી, આળસુપણાથી અને બહુ નિદ્રાની ઇચ્છાઓ કરવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. નિદ્રાથી આત્માનો ઉપયોગ વૃથા જાય છે. નિદ્રા એ જીવતાની મરણાવસ્થા છે. તેથી નિદ્રાને ત્યાગ કરવા પ્રયત્ન કરે. બને ત્યાં સુધી સદા જાગ્રત રહેવું. સવંદા જાગ્રત દશાની ઈચ્છા કરવી. ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં જેશે તે આશ્ચર્ય પામશે. તેમને બાર વર્ષમાં બે ઘી નિદ્રા આવી હતી. બાકીને બધે સમય અપ્રમાદ દશામાં ગયે હતે. આત્મતત્વના વિચારમાં ગયે હતે. તે મહાત્માએ પિતાના સ્વાભાવિક આત્મગુણ પ્રગટ કર્યા હતા. તે ભગવંતે જેમ અપ્રમાદપણે રહી દર્શનાવરણીય કર્મ અપાવ્યું, તેમ ખપાવવાને ઉદ્યમ કરે. જોઈએ, કે જેથી આપણે પણ દર્શનાવરણીય કર્મ ખપાવવાને સમર્થ થઈ શકીએ. એ કર્મને ક્ષય થવાથી આત્માને કેવળદર્શન પ્રગટ થાય છે. 16. અવત-આ દોષ આત્માની અંદર રહેલું છે. આ દોષના પ્રભાવથી અનેક જાતની ઈચ્છાઓ પ્રગટ થાય છે. તેમાં હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ અને પરિગ્રહની ઈચ્છાને અનુસારે એ પાંચ અવત કહેવાય છે. એ પાંચ અવતથી ચિત્ત ખશી શકતું નથી.