________________ (138) આત્મોન્નતિ, - - યેમાં લુબ્ધ બની જાય છે. જ્ઞાની પુરૂષે બતાવેલ દ્રવ્ય-પદાર્થો તથા તેના ગુણ-પર્યાય, તેનું જ્ઞાન તે મેળવતું નથી. નવ તત્વના અને અષ્ટ કર્મના સ્વરૂપથી અજ્ઞાત રહે છે. અજ્ઞાનને લઈને કેટલાએક ધર્મવાળાએ કર્મને માને છે, પણ કર્મ શું પદાર્થ છે? તે જાણતા નથી. કર્મ કેવી રીતે આવી બંધાય છે? કેવી રીતે તે ઉદય આવે છે? અને કેવી રીતે તે તે નિર્જરી આત્મા નિર્મળ થાય છે? તે અજ્ઞાને કરીને જાણી શકતું નથી. આ બધું માહાસ્ય અજ્ઞાનનું છે. કર્મના કેટલાએક બનાવે પ્રત્યક્ષ દેખાય છે, છતાં અજ્ઞાનના જેરથી તેમના લક્ષમાં આવતા નથી. આનું નામ અજ્ઞાન દેષ છે. 14. મિથ્યાત્વ—જે ખરી વસ્તુ છે, તેને બેટી માનવી અને બેટી વસ્તુને ખરી માનવી, એ મિથ્યાત્વ કહેવાય છે. મિથ્યાત્વને લઈને જીવ સત્યને અસત્ય, અને અસત્યને સત્ય માને છે. ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ માને છે, દેવને કુદેવ અને કુદેવને દેવ માને છે, ચેતનને અચેતન અને અચેતનને ચેતન માને છે. જે જે પદાર્થોના ધર્મ કહેલા છે, તેનાથી વિપરીત ધર્મને તે માને છે. વળી ન્યાયને અન્યાય અને અન્યાયને ન્યાય માને છે. આવી વિપરીત બુદ્ધિ એજ મિથ્યાત્વની રાજધાની છે. અજ્ઞાને કરીને બુદ્ધિ જડ થાય છે, અને મિથ્યાત્વે કરીને બુદ્ધિ વિપરીત થાય છે; આટલે મિથ્યાત્વ અને અજ્ઞાનમાં તફાવત છે. તે મિથ્યાત્વને માટે એક વિદ્વાન આ પ્રમાણે લખે છે. " मिथ्यात्व पंक निमग्ना, निमज्जन्ति स्वयं परान् / निमजयन्ति च यावन्मिथ्यात्वं, तावन्न मागोनुसरणम्" // “મિથ્યાત્વરૂપી કાદવમાં મગ્ન થયેલા પ્રાણુઓ પોતે ડુબે છે અને બીજાઓને ડુબાડે છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે, ત્યાં સુધી માર્ગોનુસારી થવાતું નથી.” - 15. નિદ્રા–આ દોષ દર્શનાવરણીય કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. તે નિદ્રા પાંચ પ્રકારની છે. 1. અનિદ્રા–તે સામાન્ય નિદ્રા કહેવાય છે. ' - 2. નિદ્રા નિદ્રા–આ નિદ્રામાંથી જગાડવામાં ઘણું મેહે નત પડે છે.