________________ યાત્રા 4 થી, ( 137) રાખવે. આવા વિચારથી તે શેક કરતું નથી. આથી જ તેને કર્મની નિર્જરા થાય છે. 11. દુર્ગછા–ખરાબ દુર્ગધી વસ્તુ દેખી નાક ચડાવવું એ પ્રવૃત્તિ જીવને અનાદિથી છે. પણ જે જ્ઞાનવંત પુરૂષે છે, તેઓ વસ્તુને જે જે સ્વભાવ છે, તેને જાણ રહેલા છે, એટલે તેઓ કઈ પણ વસ્તુની દુર્ગછા કરતા નથી. જે જે કારણ મળે છે, તે તે પૂર્વના કર્મના ઉદય પ્રમાણે મળે છે, તેથી સમભાવમાં રહી તેના વિકજે કરતા નથી. 12. કામ–આ દેષ સર્વ દોષમાં સરદારરૂપ છે. જીવને મહા પુરૂષ થવાની તક મળી હોય તે પણ જે તે કામને વશ થાય છે, તે તે પાછે પતિત થઈ જાય છે. સંસારી જીવે અનાદિકાળથી કામને વશ થઈ પડયા છે. બાલ્યવયમાંથી પણ કામની ચેષ્ટાઓ થવા માંડે છે. એ કામ આ સંસાર ભ્રમણનું કારણ છે. કામને લઈને જીવ માતાપિતાને, ભાઈઓને, પુત્રોને, મિત્રને અને જ્ઞાતિ-એ સર્વને સંબધ તેલ નાંખે છે. એ કામને વશ થવાથી ધનને પણ નાશ થાય છે, શરીર નિર્બળ બની જાય છે અને આયુષ્ય ટૂંકુ થાય છે. આવા દુઃખને અનુભવ જીવને પ્રત્યક્ષ થાય છે, તથાપિ જીવ અનાદિ કાળને કામને આધીન રહે છે. કામાંધ થયેલે જીવ પિતાની થતી હાનિને જોઈ શકતું નથી. સત્તાધારી બનેલા રાજાઓ પણ કામથી રાજ્યભ્રષ્ટ થાય છે, આવું નજરે જોતાં પણ જીવને ભાન આવતું નથી. 13. અજ્ઞાન–જે યથાર્થ જ્ઞાન નહિ, તે અજ્ઞાન કહેવાય છે. એ અજ્ઞાન દેષ અનાદિને છે. તેનાથી જીવને “આત્મા શું છે? શરીર શી વસ્તુ છે? સુખ દુઃખ શાથી આવે છે?” ઈત્યાદિકનું યથાર્થ જ્ઞાન થતું નથી. વળી તે અજ્ઞાનથી જીવ શરીરના દુઃખે અને કુટુંબના દુખે દુઃખી થાય છે. તેમજ શાતાના કારણને અશાતાના અને અશાતાના કારણને શાતાના કારણે માને છે. જડની જે જે પ્રવૃત્તિ છે, તે તે પ્રવૃત્તિને પોતાની માને છે. ધર્મની પ્રવૃત્તિને અધર્મ થાય એવી કરે છે. ધન કુટુંબ પરવસ્તુ છે, છતાં તેને પોતાની માની આનંદ પામે છે. તે અજ્ઞાનથી આવૃત્ત થયેલે જીવ જ્ઞાનવંત હોય તેને જ્ઞાનવત જાણતું નથી. અજ્ઞાનના બળથી તે પદ્રિના વેવીશ વિષ