________________ (136) આત્મોન્નતિ - અગુરુલઘુ આદિ અનંત ગુણ પ્રકટ કરે, ત્યારે પૂર્ણ આત્મિક લાભ પ્રાપ્ત થાય છે. 3. ભેગાંતરાય–જે એક વાર ભેગવવામાં આવે તે ભગ પુમ્પમાળા પ્રમુખ તગત અંતરાય તે ભેગાંતરાય કહેવાય છે. 4. ઉપભેગાંતરાય–જે જે વસ્તુ વારંવાર ભેગવવામાં આવે તે ઉપભેગ કહેવાય છે જેવી કે, ઘર, હાટ, બધી જાતના ફરનીચર અને સુંદર વસ્ત્રાભૂષણે તથા આી પ્રમુખ આ ઉપગ વસ્તુ તર્ગત અંતરાય તે ઉપભેગાંતરાય કહેવાય છે. 5. વીતરાયકર્મ–જેના પ્રભાવથી જીવની જે અનંતવીર્ય શક્તિ છે, તે સીદાઈ ગઈ છે, તેથી જીવ આત્મવીર્ય ફેરવી ન શકે તર્ગત અંતરાય તે વીતરાય કહેવાય છે. 6. હાસ્ય–હસવું જે આવે છે તે મેહનીય કર્મની પ્રકૃતિ હાસ્યનું ઉપાદાન કારણ છે. તે સંસારી જીવમાં છે. તે હાસ્યથી મુકાશે નહીં, ત્યાં સુધી આત્મિકકાર્ય થવાનું નથી. 7. રતિ–જે દરેક પદાર્થ અનુકૂળ મળે તેમાં રાજી થવું, તેમાં પ્રીતિ થવી તે રતિ નામે દૂષણ કહેવાય છે. તે અનાદિને જીવને જડની સંગતથી અભ્યાસ છે, અને તેજ કર્મબંધથી જીવ જન્મ મરણનાં દુઃખ ભેગવે છે. 8. અરતિમોહની એ દૂષણ રતિથી ઉલટું છે એટલે અપ્રીતિ થવી તે અરતિ નામે દુષણ છે. 9 ભય–આ દોષ સાત પ્રકારનું છે. તેમાં પણ મરણને ભય મુખ્ય અને મોટામાં મટે છે. તે ભય સર્વ જીવને છે પરંતુ જેણે આત્માનું સ્વરૂપ જાણ્યું છે, એટલે “આત્માને વિનાશ થવાને નથી” એવું માની જેણે કઈ પણ પ્રકારને ભય રાખ્યું નથી, તેથી તે પિતાનું આત્મપદ પામેલા છે. 10. શોક–આ દુષણ સંસારી જીવને રાત દિવસ લાગી રહ્યું છે. જીવ જે જે બાબતને શેક કરે છે, તે તે બાબતથી તે પાપ બાંધે છે. જેને આત્મજ્ઞાન થાય છે, તેને કદિ શેકનું કારણ બને છે તે વિચારે છે કે, “મેં પૂર્વે કર્મ બાંધ્યાં છે, તે પ્રમાણે સુખ દુખ થાય છે, તે કદિ પણ ભોગવ્યા વિના છુટવાના નથી, માટે તેમાં સમભાવ