________________ યાત્રા 4 થી, ( 135) મહાત્માનાં આ વચને સાંભળી શોધચંદ્ર અને સત્યચકે નીચેનું પદ્ય બેલી તે મહાત્માને નમન કર્યું. "उपदेशामृतमहामेघाय महिताय च / परोपकाररचितादराय गुरवे नमः // 1 // “ઉપદેશ રૂપી અમૃતને વર્ષાવનારા મેઘરૂપ, પૂજ્ય અને પરેપકાર કરવામાં આદર કરનારા ગુરૂને નમસ્કાર છે.” 1 આ પદ્ય બોલ્યા પછી શેકચંદ્ર કહ્યું-“ભગવદ્ ! કૃપા કરી તે અઢાર દોનું સ્વરૂપ સમજાવે તે સાંભળવાની અતિ ઉત્કંઠા થઈ છે.” મહાત્મા આનંદિત થઈને બોલ્યા-“ભદ્ર! તે અઢાર દૂષણેના સ્વરૂપને સાવધાન થઈને સાંભળે. 1. દાનાંતરાય–જેનાથી દાન આપી શકાય નહીં તે જ્યારે દાનતરાય તૂટે છે, ત્યારે અનંતદાન દેવાની શક્તિ પ્રગટ થાય છે. ભગ વાન તીર્થકર જ્યારે દીક્ષા લે છે, ત્યારે તે વર્ષીદાન આપે છે. એટલે એક વર્ષ સુધી પ્રતિદિન સવા કોડ સેનૈયાનું દાન આપે છે. દેવતાએ તે દાનના દ્રવ્યને પૂરું કરે છે. 2. લાભાંતરાય–જેનાથી થવાને લાભ થઈ શકતું નથી. જ્યારે તે લાભાંતરાય તૂટે છે, ત્યારે થવાને લાભ પ્રાપ્ત થાય છે. તે લાભ બે પ્રકારને છે, 1 સાંસારિક લાભ અને આત્મિક લાભ. આ બંનેમાં અંતરાય કર્મ પીડે છે. શરીર નીરોગી મળે, પુત્રાદિ પરિવાર મળે, ધન પ્રાપ્ત થાય, અનુકૂળ માણસે મળી આવે, જે વખતે જે ઈચ્છા થાય તે પૂરી થાય અને વિદ્યા-કળાને લાભ-એ સર્વ લાભાંતરાય કર્મને ક્ષયે પશમ થવાથી થાય છે. તેમાં છેડે થવાથી છેડો લાભ થાય અને વિશેષ થવાથી વિશેષ લાભ થાય, એમ સમજવું. વળી જે જે વસ્તુને અંતરાય હાય, તે તે વસ્તુને લાભ મળી શકે નહીં. આ સર્વ સાંસારિક લાભને પ્રકાર છે. બીજે જે આત્મિક લાભ છે, તે આત્મા સંબંધી છે. જ્યારે કર્મ ક્ષય કરી આત્માનું અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય, અવ્યાબાધ, અક્ષય, અજરામરપદ, અગમ, અગોચર,