________________ (134) આત્મતિ અશુદ્ધ આચરણ કરાવનારે એ મેહ પણ નથી તથા જેને મહિમા ચારે લેકમાં પ્રખ્યાત છે તેવા દેવ તે શુદ્ધ દેવ કહેવાય છે. સમસ્તપણા કરીને લેશ ઉત્પન્ન કરનાર એટલે આત્માના સ્વાભાવિક શાંતપણાને બાધ કરનારે એ જેને રાગ નથી એટલે બંધ, ઉદયસત્તાના લક્ષણવાળા વિષયરોગ, નેહરાગ, તથા દષ્ટિરાગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જેને બીલકુલ નથી, વળી સાથે ક્રોધ અને માનરૂપ એ જે દ્વેષ જે પ્રાણીઓના જ વિષયવાળે છે તે દ્વેષ કઈ પણ પ્રાણી ઉપર જેને નથી, તે દ્વેષ ક્ષમાદિકના ભાવરૂપ કાક તેને બાળવાને દાવાનળ સરખે છે તે જેને નથી, તેમજ યથાર્થ પદાર્થોને દેખાડનારૂં જે જ્ઞાન તેને આચ્છાદન કરવાના સ્વભાવવાળે, તેમજ કલંકયુક્ત ચેષ્ટા કરનારે એ મહ પણ જેને નથી અને જેનું સ્વરૂપ ફક્ત એક જ એકાંત શાંત રસમય જ હોય અને અંતરંગ વૈરીને જીતનારૂં હોય તેજ ફક્ત દેવ કહેવાય છે. એવા રાગ દ્વેષ અને મેહરહિત, કેવલજ્ઞાન અને કેવલદર્શન વડે સઘળા-દ્રવ્ય, ગુણ પર્યાયને જાણનારા, શાશ્વત સુખના માલિક, દુષ્ટ કર્મોના અંશથી રહિત, સર્વ દેવને પૂજવા લાયક, સર્વ યેગીજેને ધ્યાન ધરવા લાયક તે દેવ કહેવાય છે. એવા દેવ–તે વીતરાગ ભગવાન છે. જેમને કેઈની ઉપર રાગ નથી, તેમ દ્વેષ નથી. સર્વ ઉપર તેઓ સમદષ્ટિ છે, તેવા દેવ તે દેવ છે. વળી તેઓ અરિ–એટલે આઠ કર્મ રૂપ શત્રુ, જે શત્રુઓ સંસારમાં જન્મ જરા મરણ કરાવનારા છે તેમને હંત એટલે હણનારા હેવાથી અરિહંત કહેવાય છે. તે ઉપર બતાવેલા લક્ષણવાળા દેવ-ભગવાન વળી અષ્ટાદશ–અઢાર થી રહિત છે. તે અઢાર દોષ આ પ્રમાણે છે. "1 દાનાંતરાય, 2 લાભાંતરાય, 3 ભેગાંતરાય, 4 ઉપભેગાંતરાય, 5 વીર્યતરાય, 6 હાસ્ય, 7 રતિ, 8 અરતિ, 9 ભય, 10 શેક, 11 દુગચ્છા, 12 કામ, 13 અજ્ઞાન, 14 મિથ્યાત્વ, 15 નિદ્રા, 16 અવત, 17 રાગ, 18 શ્રેષ. આ અઢાર પ્રકારના દે દૂર કરવામાં આવે છે, ત્યારે આત્માના ગુણ પ્રગટ થઈ કેવળજ્ઞાન (all knowledge) પામી ક્ષે જવાય છે, અને જન્મ-મરણના ફેરા ટળી જાય છે. આ અઢાર દોથી જે રહિત છે તેજ દેવ કહેવાય છે.