________________ યાત્રા 4 થી.. (133) જેમની વાણીરૂપ અમૃતના પૂરથી જેઓના મન નિર્મળ થયેલાં છે, એવા ભકતે તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તે શ્રી સૂરિઓમાં મુગટ સમાન મહાત્મા જય પામે.” 1 આ પદ્યથી સ્તુતિ કરી તે બંને યુવકે વિનયથી બોલ્યા-“ભગવન્! કર્મનું સ્વરૂપ તે અમે બરાબર સમજ્યા, પરંતુ હવે નમ્રતાથી પૂછવા એ માગીયે છીયે કે આ જગતમાં અનેક ધર્મો છે, અને તેને લઈને દરેક દર્શનવાળાના દેવ તેમજ તેના પ્રણેતા, ધર્મગુરૂ પણ જુદા જાદા છે જેથી આ જગતમાં ખરેખરા શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મ કયા છે તે કૃપા કરી સમજાવે. કારણ કે જ્યાં સુધી શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મની ઓળખાણ અને તેનું આરાધન ન કરવામાં આવે ત્યાં સુધી કે પણ આત્માની ઈષ્ટસિદ્ધિ (મુક્તિ) થતી નથી, જેથી આપ કૃપાળુની અમૃતવાણી સાંભળવા સેવકને જીજ્ઞાસા છે તે અમારા ઉપર કૃપા કરી તે જણાવે. મહાત્મા પ્રસન્ન થઈને બોલ્યા, ભદ્ર! જ્યારે તમારે શુદ્ધદેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ જાણવાની ઈચ્છા છે તે તેમાં પ્રથમ દેવતત્ત્વનું સ્વરૂપ કહું છું તે તમે સાવધાન થઈને સાંભળજે. નિષ્પક્ષપાતી અને પ્રમાણિક એક વિદ્વાન આચાર્યે કહ્યું છે કે पक्षपातो नमेवीरो, न द्वेषो कपिलादिषु / युक्तिमद् वचनं यस्य, तस्यकार्यः परिग्रहः // શ્રીમતિ મિરિ ભાવાર્થ-“વીરમાં હારે પક્ષપાત નથી, કપિલાદિ અન્ય દર્શનના પ્રણેતા દેવ ઉપર મને છેષ નથી, પરંતુ જેમનું વચન યુક્તિવાળું છે તેમનું વચન ગ્રહણ કરવા લાયક છે.” આવા નિષ્પક્ષપાતી પ્રમાણિક પુરૂષોએ દેવનું સ્વરૂપ–લક્ષણ આ પ્રમાણે કહ્યું છે. શુદ્ધ દેવનું લક્ષણ જેને સમસ્તપણાએ કરીને લેશને ઉત્પન્ન કરનારે રાગ સર્વથા પ્રકારે નથી જ, તથા સમતારૂપી કાષ્ઠને દાવાનલ સમાન એ પ્રાણીઓને વિષે દ્વેષ પણ નથી, તેમ સત્ય જ્ઞાનને આચ્છાદન કરનાર અને 1 જૈનના દેવ-તીર્થકર.