________________ (132) આત્મતિ. ગભૂજ્ય અને વિશ્વવઘ મહાત્માએ આ પવિત્ર તીર્થમાં આપેલી દેશનાના પ્રતિધ્વનિ જાણે અત્યારે પણ સંભળાતા હોય, તેવું લાગે છે. તે કૃપાનિધાન પ્રભુએ આ તીર્થે જે વિનયમૂલ આહત ધર્મને વૃક્ષનું રૂપક આપી જે વર્ણન કર્યું હતું, તેનું સ્મરણ થતાં હૃદયમાં ભલ્લાસ પ્રગટ થઈ આવે છે. તે કૃપાવતાર પ્રભુએ આ તીર્થના શિખર ઉપર ચડી વરદત્ત રાજાને કહ્યું હતું કે, “હે ભવ્યાત્મા! વિનય ભૂલ જૈન ધર્મ એક મહાન વૃક્ષ છે. સત્પાત્રદાન એ મહાવૃક્ષની પ્રથમ શાખા છે. શત્રુંજય તથા ગિરનારની સેવા, દેવપૂજા, ગુરૂભક્તિ, પંચપરમેષ્ટિ ધ્યાન, આદિ તેની ઉપશાખાઓ છે. વિવિધ પ્રકારના વૈભવ અને સુખ એ તેની શીતળ છાયા છે અને મેક્ષ એ તેનું મધુર ફળ છે. આ શબ્દો સાંભળી નરેશ્વર વરદત્ત તત્કાળ વૈરાગ્ય રંગથી રંગિત થઈ ગયે હતો. અને તત્કાળ તેણે ભવતારિણી દીક્ષા , ગ્રહણ કરી હતી. આખરે તે પવિત્ર આત્મા પ્રભુના આદ્ય ગણધરની પઢીને પામ્યા હતે.” મહાત્મા સૂરિવરનાં આ વચને સાંભળી સર્વ પરિવાર આનંદિત થઈ ગયું હતું. શ્રાવક શેધકચંદ્ર અને સત્યચંદ્ર સદ્ભાવનારૂપ સરિતામાં મગ્ન થઈ ગયા હતા. તે પછી મહાત્મા હંમેશા ક્રમ પ્રમાણે વિધિપૂર્વક તીર્થયાત્રા કરી તે તીર્થગિરિ નીચે ઉતરી પ્રથમ કહેલા સ્થાનમાં આવ્યા હતા. ત્યાં બીરાજી તેમણે પિતાના પ્રિય ભક્ત યુવકેની સાથે ચર્ચા કરવાનો આરંભ કર્યો હતે. મહાત્માએ આનંદિત વદને જણાવ્યું, “ભદ્ર! આજે કયા વિષય ઉપર ચર્ચા કરવાની તમારી ઈચ્છા છે?” બને તરૂણે વિચાર કરીને બેલ્યા–“ભગવદ્ ! દેવ, ગુરૂ, અને ધર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ સમજાવે. જો કે અમેએ તે વિષે ઘણીવાર સાંભળ્યું છે અને વાંચ્યું છે, પરંતુ આપ મહાત્માની અમૃતસમ વાણીથી સાંભળતાં અમેને વિશેષ સમજુતી પ્રાપ્ત થશે. અને અમારા હદયની નાની મોટી શંકાઓ નિર્મલ થઈ જશે.” આ પ્રમાણે કહી તેમણે નીચેના પદ્યથી તે મહાત્માને સ્તવી વંદના કરી. " यद्वागमृतपूरेण विमलीकृत मानसैः // भक्तैरवाप्यते तत्त्वं सजीयासूरिशेखरः // 1 //