________________ યાત્રા 4 થી.. (131 ) શ્રી નેમિનાથ પ્રભુના ચરણરજથી પવિત્ર મૂત્તિવાળા, કેને મેક્ષરૂપી ઉંચા મેહેલમાં સુખે જવા માટે નીસરણરૂપ સુંદર આકૃતિવાળા અને કલ્યાણ આપનારા શ્રી રૈવતગિરિનું સદા શરણ હજો.” 1. આ પ્રમાણે વંદના કર્યા પછી તે મહાત્મા પિતાના પરિવાર સાથે મેકરવશીની ટુંક તરફ વિચર્યા. શ્યામ રંગવાળા પાષાણેના પાન નીચે ઉતરી અદબદજી દાદા નામથી ઓળખાતી શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાનાં દર્શન કર્યો. ત્યાંથી પંચમેરૂના દેવાલયમાં આવી ચતુર્મુખ પ્રભુની ચાર પ્રતિમાઓનાં વિધિપૂર્વક દર્શન કરી, સહસ્ત્રફણી પાર્શ્વનાથનાં દર્શન કર્યો. ત્યાં દક્ષિણ તરફની ભમતીનાં વીસ પ્રતિમા વાળા અષ્ટાપદ પર્વતને પ્રાચીન દેખાવ દષ્ટિગોચર થયે. તે પછી ઉત્તર તરફની ભમતીમાં આવતા મુખજીનું રમણીય ચિત્ય જોવામાં આવ્યું. આ ટુંકના રંગમંડપ અને ભમતીની કારીગરી ચિત્તાકર્ષક હતી. આ રમણીયતા જોઈ પ્રસન્ન થયેલા આચાર્યજી મધુર સ્વરથી બોલ્યાભવ્ય છે ! આ પવિત્ર અને રમણીય સ્થળ જતાં મને આહંત ધર્મની પૂર્વની જાહોજલાલી યાદ આવી જાય છે. પૂર્વના શ્રીમતેઓ આણંત ધર્મની ઉન્નતિ માટે કેટલું કરેલું છે તે વિચારવા ગ્ય છે. આ સગરામ નામના એક સુવર્ણકારની ટુંક કહેવાય છે. તે શ્રીમંત સુવર્ણકારે શ્રી ભગવતી સૂત્રના છત્રીશહજાર પ્રશ્નો ઉપર છત્રીસ હજાર સુવર્ણમુદ્રા અર્પી હતી અને તે દ્રવ્યને વ્યય કરી આહત ગ્રંથની મહાન સમૃદ્ધિ વધારી હતી. તેણે રચેલું આ ચિત્ય તે શ્રીમાની ધમકીતિને અદ્યાપિ ફેલાવે છે. તેમાં બીરાજેલા સહસ્ત્રફણી પાર્શ્વનાથ ભાવિકભક્તના હૃદયમાં દર્શનથીજ ભાવોલ્લાસ પ્રગટાવે છે. જુઓ, આ તરફ સગરામ નામના એક સોનીની સુંદર ટુંક છે. આ ટુંકમાં આવેલું ચિત્ય રૈવતગિરિમાં ઉંચું લાગે છે. તેમાં દક્ષિણ તરફના ચૈત્યમાં શ્રી અજિતનાથ ભગવાનની સુંદર પ્રતિમા છે. એ મનહર પ્રતિમા વિજય જિનેન્દ્રસૂરિએ સ્થાપિત કરેલી છે. ભારત વર્ષના પ્રખ્યાત બાદશાહ અકબરના સમયમાં એ સ્થાપના થયેલી છે. આ તીર્થને રમણીય દેખાવ જોતાં મને શ્રીગિરિનાર મંડન, જનમનરંજન, ભવભયભંજન, જગદાધાર, કૃપાવતાર અને કૃતનિધિ એવા શ્રીનેમિનાથ સ્વામીની દેશનાનું સ્મરણ થઈ આવે છે. તે જ