________________ - :05: ' ' 2 ' જ ' See જી ન: ક - 4 ખાખડા : છે પણ નકારક યાત્રા 4 થી. * * : 11મા TET HTA | HAN WHO THEWO 0 :43 આ તકાળને સમય હતે. ઉદયગિરિમાંથી ગગનમણિનું વિમાન પ્રકાશનું નીકળ્યું હતું. તેના રક્તવર્ણી કિ . રણેએ રૈવતગિરિના ઉંચા શિખરને સુવર્ણમય બ| | નાવી દીધા હતા. ગિરિભૂમિમાં વાસ કરનારા મહા ત્માઓ પ્રભાતકાળની આરાધના કરવાને ગિરિગુહાના દ્વાર આગળ પ્રઢાસન કરી બેઠા હતા. વિવિધ જાતના તિર્યંચે જાગ્રત થઈ એ મહાતીર્થની પવિત્ર ભૂમિમાં વિહાર કરવા નીકળી પડયા હતા. સરિતા અને ઝરણાના જળના મધુર ધ્વનિ ચારે તરફ થઈ રહ્યા હતા. માનુષી વાણીને બેલનારા શુક અને મેના પક્ષીઓ “શ્રી નેમિનાથ ભગવાનની જય” એવા શબદ બેલતા હતા. અનેક યાત્રાજુઓ એ તીર્થ ભૂમિને ભેટવા શ્રેણીબંધ ચાલતા હતા. અને માર્ગ ચાલતાં ભગવાન નેમિનાથ પ્રભુને જયધ્વનિ કરતા હતા. આ સમયે નિત્યના કમ પ્રમાણે મહાત્મા સૂરિવર પિતાના શિષ્ય પરિવારની સાથે ગિરિરાજની યાત્રા કરવા પ્રવર્તી હતા. જિજ્ઞાસુ શ્રાવક શોધકચંદ્ર અને સત્યચંદ્ર પિતાના નિત્યકર્મમાંથી નિવૃત્ત થઈ તે દયાનિધિ ગુરૂની સાથે યાત્રા કરવા આવી પહોંચ્યા હતા. ઈર્યાસુમતિથી વિચરતા તે મહાત્મા બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના રમણીય ચૈત્ય પાસે આવી પહોંચ્યા. તે તીર્થપતિ જિનેશ્વરના દર્શન કરી, અને ભાલ્લાસથી ચૈત્યવંદન આચરી તે મહાભા પરિવાર સાથે બીજા ચિમાં કર્યા હતા. આ તીર્થની વિધિપૂર્વક યાત્રા કર્યા પછી તે મહાત્માએ એક પ્રાસુક સ્થળ ઉપર વિશ્રાંતિ લીધી હતી. તે સમયે તે ઉપકારી મહાત્માએ નીચેના પદ્યથી એ તીર્થ સ્થળને વંદના કરી. नेमीशपादरजसैव पवित्रमूर्तेर्मोशोचहर्म्यगमनाय नृणां सुखेन // सोपानरूपसुतनोः शिवदायकस्य श्रीतीर्थरैवतगिरेः शरणं सदास्तु॥१॥ 13