________________ યાત્રા 3 જી. ( 129) માટે આ સંસારમાં તરવાને મુખ્ય સહેલો અને સરલ ઉપાય મૂત્તિ પૂજા છે એ નિવિવાદપણે સિદ્ધ થાય છે.” મહાત્માના આ વચને સાંભળી શ્રાવક શોધચંદ્ર અને સત્યચંદ્ર હૃદયમાં અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેમના નિર્મલ હૃદયમાં ગુરૂ ભક્તિને આવેશ પ્રગટ થઈ આવે, તત્કાળ તેમણે નીચેનું પદ્ય બોલી મહાત્માના ચરણકમળમાં વદના કરી. " कारुण्यामृतपर्णाय शासनोद्धारकारिणे // विजयानंददात्रे च सूरीशाय नमोनमः // 1 // " કરૂણાના અમૃતથી પરિપૂર્ણ, જૈનશાસનને ઉદ્ધાર કરનારા અને વિજય તથા આનંદને આપનારા શ્રી સૂરીશ્વરને નમસ્કાર છે.” 1. નિત્યને સમય થયે એટલે સમયના ઉપગને જાણનારા મહાત્માએ પ્રસન્ન વદને કહ્યું,–“ભદ્ર! તમારા હૃદયમાં આસ્તાપૂર્વક ઉત્તમ ભાવનાઓને પ્રભાવ પ્રસરતા જોઈ મને સંતોષ થાય છે. તમે પૂર્ણ રીતે ભવ્યાત્મા છે અને સ્યાદ્વાદ ધર્મની પવિત્ર ભાવનાના પૂર્ણ અધિકારી છે. તમારી શુભ પરિણતિ તમેને નિઃશંક બનાવી આત્મિક ઉચ્ચ સ્થિતિમાં લઈ જશે. હું હૃદયથી આશીષ આપું છું કે, તમારી આત્મિક સ્થિતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે. હવે અમારી નિત્ય ક્રિયાને સમય થઈ ગયો છે, તેથી બાકીને પ્રસંગ આવતી કાલની યાત્રા થયા પછી ચર્ચવામાં આવશે. મહાત્માનાં આ વચને સાંભળી શ્રાવક શોધચંદ્ર અને સત્યચંદ્ર તે મહાત્માને વંદના કરી પિતાને વાસસ્થાને ચાલ્યા ગયા. તે મહાભાએ જે ઉપદેશ આપે તે વિષેની ચર્ચા કરતાં તેઓ પિતાના વાસસ્થાનમાં સુખ સમાધિથી રહ્યા હતા.