________________ (128) આત્માન્નતિ, તે પ્રભુની મૂર્તિને દ્વેષ કરે છે તેની કેટલી બધી અજ્ઞાનતા છે? જુઓ, મુંબઈમાં સ્થાપિત કરેલ મહારાણી વિકટેરીઆના બાવલાને કેઈ નીચ મનુષ્ય ડામર લગાડ હતું, ત્યારે આપણું એટલે કે મહારાણના રાજ્યભક્તની લાગણી કેટલી દુઃખાણી હતી? આ ઉપરથી વિચાર કરે છે, જ્યારે પથ્થરની મૂર્તિને ડામર લગાડયાથી મહારાણીનું અપમાન થયું આપણે માનીયે છીયે એ વાત તે બધાએ કબુલ કરશે તે શું ભગવાનની મૂર્તિને ચંદન લગાડયું અગર તેમની આગળ ધૂપ, દીપ, અને નૈવેદ્ય ધર્યા અને પુષ્પના હાર ચડાવ્યા એ સાક્ષાત્ ભગવાનનું પૂજન કર્યા તરીકે માનીને કર્યું એમ ન મનાય ? તે એમજ માનવું જ જોઈએ, અને તેનું ફલ મલે એ નિસંદેહ છે. તેથી ભગવાનની મૂર્તિને દ્વેષ કરનાર કઈ રીતે વ્યાજબી નથી પરંતુ ધર્મ વિરૂદ્ધ આચરણ કરનાર છે. જેથી ભગવાનની મૂર્તિ અજીવ હોય પણ શાસ્ત્રને આધારે કિયા કરી મહાન પુરૂષોથી તેની પ્રતિષ્ઠા કરવામાં આવે તે તે ભગવાનરૂપ થઈ શકે છે. જેને માટે જૈન દર્શનમાં કહ્યું છે કે વિન ડેમા વિન સાસ્ત્ર” પછી જેઓ તે મૂતિને ભગવાન માની પૂજે છે, તે તે ભગવાનનું જ પૂજન કર્યા બરાબર ગણાય છે. તે માનનારાઓ સમજે છે કે, આ પાષાણ ધાતુઆદિકની (અછવ) મૂર્તિ છે, પણ તેને પ્રતિષ્ઠાદિ કાર્યો કરીને સાક્ષાત્ ભગવાન માની તેની પૂજા ભક્તિ કરે છે અને એ નિમિત્તે પુણ્ય, મેક્ષ ઉપાર્જન કરે છે એ નિર્વિવાદ સિદ્ધ છે. ભગવાનની મૂર્તિનું સ્થાન એ ગૃહસ્થને આ સંસારરૂપ સમુદ્રને તરવાને સરલ માર્ગ છે. - ભદ્ર! શોધકચંદ્ર તથા સત્યચંદ્ર, આ ઉપરથી તમારા સમજવામાં આવ્યું હશે કે, ભવ્ય ગૃહસ્થ, દેવાલયમાં જઈ ભગવાનની પ્રતિમાની પૂજાભક્તિ કરવી, અને તેમાં ચિત્તની એકાગ્રતા રાખવી. એકાગ્રતાથી કરેલી પ્રભુપૂજા કે ભક્તિ આ સંસાર સમુદ્રને તારી નાખે છે. મૂતિ પૂજા અને મૂત્તિની ભકિતથી તરી જનારાઓના હજારે દષ્ટાંત શાસ્ત્રમાં મલી આવે છે. ગૃહસ્થ કે જેઓ પાપારના કરનારા છે છતાં પણ ભગવાનની પ્રતિમાની શુદ્ધ ભક્તિથી આ સંસારને તરી શકે છે,